×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોનાના પ્રતિકાર માટે આરોગ્ય-સેવાઓનું વિકેન્દ્રિકરણ તથા લોકભાગીદારી ઇચ્છનીય


- બ્રિટિશ જર્નલ 'લેન્સેટ' દ્વારા મહામારીને મ્હાત કરવા ભારતને સૂચવાયા ઉપાય

લંડન,તા.19 જુન 2021,શનિવાર

ભારતમાં કોરોનાની બીજી લહેર ધીમે-ધીમે નબળી પડી રહી છે, પરંતુ જોખમ હજી પૂરૂં મટયું નથી. દેશમાં રોગચાળાની ત્રીજી લહેર આવવાની આશંકા છે, જે તજજ્ઞોના મતાનુસાર જુલાઇ પછી હોઇ શકે.

દરમિયાન, બ્રિટિશ સાયન્સ જર્નલ 'લેન્સેટ' પત્રિકાએ ફરી એક વાર કોરોના સામે લડવાના ઉપાયરૂપે ભારતને આઠ રીતો દર્શાવી છે. ભારત એનો તત્કાળ અમલ કરે એવી  નિષ્ણાત- સલાહ છે.

(1) આવશ્યક સ્વાસ્થ્ય સેવાઓનું વિકેન્દ્રિકરણ કરવામાં આવે.

(2) પારદર્શક રાષ્ટ્રીય મૂલ્ય- નીતિ ઘડવામાં આવે, જે અંતર્ગત તબીબી સેવાઓ સાથે સંકળાયેલી બધી આવશ્યક સ્વાસ્થ્ય સેવાઓ જેવી કે એમ્બ્યુલન્સ, ઓક્સિજન, દવાઓ  અને હોસ્પિટલમાં દર્દી-સંભાળ વગેરેના મહત્તમ ભાવ નક્કી કરવામાં આવે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દીને રોકડ નાણાની જરૂર પડવી જોઇએ નહિ.  બધા લોકો માટે  વર્તમાન સ્વાસ્થ્ય વીમા યોજનાઓ દ્વારા સારવાર- ખર્ચને 'કવર' કરવામાં આવે કેટલાક રાજ્યોએ આમ કર્યું છે.

(3) કોરોનાની મેનેજમેન્ટને લગતી માહિતીનો વધુ વ્યાપક પણે ફેલાવો અને કાર્યાન્વિત કરવામાં આવે.

(4) ખાનગી ક્ષેત્રસહિત આરોગ્યક્ષેત્રના તમામ સ્તરે મોજૂદ માનવ- સંસાધનોને કોરોના સાથે કામ પાર પાડવા માટે અદ્યતન કરવામાં આવે. પૂરતા સંસાધન, ખાસ  કરીને  પૂરતાં વ્યક્તિગત સુરક્ષા સાધન. વીમા અને માનસિક સ્વાસ્થ્ય સહાયના ઉપયોગ વિષે માર્ગદર્શન પૂરૂં પાડવામાં આવે.

(5) રાજ્ય સરકારોને મળતા કોરોના રસીના જથ્થામાં જરૂરી વધારો કરવામાં આવે. રસીકરણ એક સાર્વજનિક હિત છે, એને બજારની મુન્સુફી પર છોડી દેવું જોઇએ નહિં.

(6) રોગના પ્રતિકાર માટેના કાર્યક્રમોમાં લોકભાગીદારીને પ્રાધાન્ય આપવામાં આવે. 

(7) આગામી દિવસોમાં આવનારા સંભવિત કોરોના કેસ માટે જિલ્લાઓને સક્રિયપણે તૈયાર કરવા માટે સરકારી ડેટા સંગ્રહ અને એના મોડલમાં પારદર્શિતા રહે. 

(8) કોરોનાથી પરેશાન થયેલા શ્રમજીવી વર્ગ અને ઓછી આવકવાળા જૂથના લોકોના બેન્ક-ખાતાઓમાં રોકડ જમા કરાવાયા.

અત્રે નોંધવું રહ્યું કે લક્ષ્મી મિત્તલ એન્ડ ફેમિલી સાઉથ એશિયા ઇન્સ્ટિટયુટ અને હાર્વર્ડ યુનિવર્સિટીના નેતૃત્વમાં ગત ડિસેમ્બરમાં જેની રચના કરવામાં આવી છે એ લેન્સેટ  સિટિઝન પેનલમાં  વિશ્વના 21 વિશેષજ્ઞો સામેલ છે.