×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

TMCમાં ઘરવાપસી કરનાર મુકુલ રોયનુ ધારાસભ્ય પદ રદ કરવા ભાજપની માંગ

પશ્ચિમબંગાળ,તા.18 જૂન શુક્રવાર,2021

પશ્ચિમ બંગાળમાં ભાજપમાંથી ટીએમસીમાં ઘરવાપસી કરનારા મુકુલ રોયનુ ધારાસભ્ય પદ રદ કરાવવા માટે હવે ભાજપે પ્રયાસો શરૂ કર્યા છે.

નંદીગ્રામના ધારાસભઅય અને વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ વિધાનસભામાં આ માટે અરજી આપીને મુકુલ રોયને અયોગ્ય જાહેર કરવા માટે માંગ કરી છે. તાજેતરની ચૂંટણીમાં મુકુલ રોય કૃષ્ણાનગર વિધાનસભાની બેઠક પરથી ચૂંટણી જીત્યા છે. જે રદ કરવા માટે ભાજપે હવે કવાયત શરૂ કરી છે.આ પહેલા સુવેન્દુ અધિકારીએ કહ્યુ હતુ કે, હું વિધાનસભા સ્પીકરને આ માટે અરજી આપવાનો છું.

મુકુલ રોય તાજેતરમાં જ ભાજપમાંથી ટીએમસીમાં સામેલ થયા છે.આ પહેલા તેઓ 2017માં ટીએમસી છોડીને ભાજપમાં જોડાયા હતા.મુકુલ રોયનુ ધારાસભ્ય પદ રદ કરવા અંગે ટીએમસીનુ કહેવુ છે કે, સુવેન્દુ અધિકારીના પિતા પાર્ટી બદલીને જ્યારે ભાજપમાં ગયા હતા ત્યારે લોકસભાના સભ્ય પદેથી તેમણે રાજીનામુ આપ્યુ હતુ ખરૂ? જોકે આ મામલે જે પણ કાયદો છે તે પ્રમાણે નિર્ણય લેવાશે પરંતુ સુવેન્દુ અધિકારીને આ મુદ્દે બોલવા માટે અધિકાર નથી.

આ પહેલા મુકુલ રોયે ટીએમસીમાં જોડાયા બાદ પોતે પણ ગૃહ મંત્રાલયને પોતાની સુરક્ષા પાછી ખેંચી લેવા માટે જણાવ્યુ હતુ. મુકુલ રોયને સીઆરપીએફના જવાનોની સુરક્ષા આપવામાં આવી હતી. આ પહેલા ટીએમસી છોડીને ભાજપમાં મુકુલ રોય જ્યારે સામેલ થયા હતા ત્યારે કેન્દ્ર સરકારે તેમને વાય પ્લસ કેટેગરીની સુરક્ષા આપી હતી. બંગાળ ચૂંટણી પહેલા તેમની સુરક્ષા વધારીને ઝેડ કેટેગરીની કરવામાં આવી હતી.

જોકે ગયા શુક્રવારે મુકુલ રોયે ભાજપ છોડીને ટીએમસી ફરી જોઈન કરી લીધી હતી. મુકુલ રોયે જાતે જ કહ્યુ હતુ કે, મારી સુરક્ષા વ્યવસ્થા પાછી ખેંચવામાં આવે.

જોકે મમતા બેનરજીની સરકારે તેમને બંગાળ પોલીસની સુરક્ષા આપી છે. પોલીસના જવાનો હવે તેમની સાથે 24 કલાક રહેશે. એવુ કહેવાય છે કે, ટીએમસીમાં જોડાયા બાદ હવે મુકુલ રોયને મમતા બેનરજીના મંત્રીમંડળમાં પણ સ્થાન મળી શકે છે.