×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાજ્યમાં સતત ત્રીજા દિવસે 300 કરતા ઓછા કોરોના કેસ નોંધાયા, રિકવરી રેટ 97.84 ટકાએ પહોંચ્યો

અમદાવાદ, તા. 17 જૂન 2021, ગુરુવાર

રાજ્યમાં કોરોના વાયરસની બીજી લહેરના વળતા પણી થયા છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના દૈનિક કેસોમાં સતત  નોંધપાત્ર ઘટાડો થઇ રહ્યો છે. ગત 24 કલાકની વાત કરે તો રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે રાજ્યમાં આજે કોરોનાના 283 નવા કેસ નોંધાયા છે, તો 6 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા છે. આજે ફરી વખત કોરોનાના નવા દર્દીઓની સામે કોરોનામાંથી સાજા થનારા લોકોની સંખ્યા ઘણી વધારે નોંધાઇ છે. જેની સાથે રાજ્યમાં કોરોના રિકવરી રેટ 97.84 ટકાએ પહોંચ્યો છે. 

283 નવા કેસ નોંધાવાની સાથે આજે રાજ્યમાં 770 લોકો કોરોનામાંથી સાજા થયા છે. જેની સાથે અત્યાર સુધીમાં કુલ 8,03,122 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આજના 6 લોકોના મોતની સાથે જ અત્યાર સુધીમાં કુલ 10,018 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. રાજ્યમાં વર્તમાન સમયે 7749 એક્ટિવ કેસ છે, જેમાંથી 203 દર્દીઓ વેન્ટીલેટર પર છે. દિન પ્રતિદીન ક્ટિવ કેસના આંકમાં પણ ઘટાડો થઇ રહ્યો છે.

રાજ્યમાં કોરોના રસીકરણની વાત કરીએ તો આજ સાંજના પાંચ વાગ્યા સુધીમાં કુલ 2 લાખ 52 હજાર 543 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીના કુલ રસીકરણની વાત કરીએ તો તે આંકડો 2,10,39,716 છે.