×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

WTC ફાઇનલ માટે ભારતીય ટીમના પ્લેઇંગ 11ની જાહેરાત, જાણો કોને સ્થાન મળ્યું અને કોણ કપાયું?

નવી દિલ્હી, તા. 17 જૂન 2021, ગુરુવાર

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC) ની ફાઇનલ માટે ટીમ ઇન્ડિયાની ટીમની પસંદગી થઇ ગઇ છે અને તેની જાહેરાત પણ કરવામાં આવી છે. સાઉથૈમ્પટનમાં ન્યૂજીલેન્ડ સામે આવતીકાલથી શરુ થઇ રહેલી જંગમાં ભારત 6 બેટ્સમેન અને 5 બોલર સાથે મેદાનમાં ઉતરશે. ટીમના પ્લેઇંગ 11ની જાણકારી બીસીસીઆઇએ ટ્વિટ દ્વારા આપી છે.

ભારતીય ટીમ આ મેચમાં ત્રણ પેસ બોલર અને 2 સ્પિનર્સ સાથે રમશે.  ટીમમાં ઇશાંત શર્મા, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ પેસ બોલિંગની જવાબારી સંભાળશે. તો રવિન્દ્ર જાડેજા અને આર અશ્વિન સ્પિનરની ભૂમિકા ભજવશે. રોહિત શર્મા અને શુભમં ગિલ ટીમના ઓપનર હશે. ત્યારબાદ ત્રીજા ક્રમે ચેતેશ્વર પુજારાને ઉતારવામાં આવશે. કેપ્ટન કોહલી દરવખતની જેમ આ વખતે પણ ચોથા ક્રમે આવશે અને બેટિંગ કરશે. વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણે અને યુવા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત બેટિંગ કરશે.

ફાસ્ટ બોલરમાં મોં. શમી અને જસપ્રીત બુમરાહનું ટીમમાં સામેલ થવું નક્કી હતું. ત્રીજા પેસર માટે ઇશાંત શર્મા અને મોં. સિરાજ વચ્ચે ચર્ચા ચાલી રહી હતી. ટીમ મેનેજમેન્ટે ફાઇનલ જેવા મહત્વના મેચને જોઈને અનુભવને આધારે ઇશાંત શર્માને ટીમ 11 માં સામેલ કર્યો છે. 

ટીમ ઇન્ડિયાએ અગાઉ 15 ખેલાડીઓની જાહેરાત કરી હતી. જેમાંથી મોહમ્મદ સિરાજ, હનુમા વિહારી, ઉમેશ યાદવ અને ઋધ્ધિમાન સાહાને છેલ્લાં અગિયારમાં સ્થાન નથી મળ્યું.

ટીમ ઇન્ડિયા : શુભમન ગિલ, રોહિત શર્મા, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (વાઇસ કેપ્ટન), ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, ઇશાંત શર્મા, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમી.

ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમ –

વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (ઉપ-કપ્તાન), રોહિત શર્મા, શુભમન ગિલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, હનુમા વિહારી, ઋષભ પંત, આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, એક્ઝર પટેલ, વોશિંગ્ટન સુંદર, જસપ્રિત બુમરાહ, ઇશાંત શર્મા, મોહમ્મદ સિરાજ, મો. શમી, શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ, કેએલ રાહુલ અને ઋધ્ધિમાન સાહા.

સ્ટેન્ડ બાય ખેલાડીઓ : અભિમન્યુ ઇશ્વરન, પ્રશાંત કૃષ્ણા, આવેશ ખાન, અરજાન નાગવાસવાળા અને કે.એસ. ભરત.