×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રોનાલ્ડો બાદ વધુ એક ફુટબોલરે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન હટાવી બિયરની બોટલ, વીડિયો વાયરલ


-પૉલ પોગ્બાએ મેચ બાદ પ્રેસ કોન્ફરન્સ શરૂ થઈ તે પહેલા ટેબલ પર રાખવામાં આવેલી Heineken બિયરની બોટલ હટાવી 

નવી દિલ્હી, તા. 17 જૂન, 2021, ગુરૂવાર

પોર્ટુગલના સ્ટાર ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કોકા કોલાની બોટલ હટાવીને સૌને ચોંકાવી દીધા હતા. રોનાલ્ડોના આ પગલાને કારણે કોકા કોલા કંપનીને શેર માર્કેટમાં ભારે નુકસાન થયું હતું. ત્યારે વધુ એક ફુટબોલરે રોનાલ્ડોનો રસ્તો અપનાવ્યો છે.

ફ્રાંસના મિડફીલ્ડર પૉલ પોગ્બાએ મેચ બાદ પ્રેસ કોન્ફરન્સ શરૂ થઈ તે પહેલા ટેબલ પર રાખવામાં આવેલી Heineken બિયરની બોટલને હટાવી દીધી હતી. પોગ્બાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. 

હકીકતે પૉલ પોગ્બા જર્મની સામેની મેચ બાદ પ્રેસ કોન્ફરન્સ માટે પહોંચ્યા હતા. સ્ટેજ પર તેમના સામે બિયરની બોટલ પડી હતી જેને તેમણે તરત જ દૂર કરી દીધી હતી. કોકા કોલાની માફક Heineken પણ UEFA Euroની ઓફિસિયલ સ્પોન્સર છે. 

રોનાલ્ડોએ શું કરેલું

ઉલ્લેખનીય છે કે, હાલ યૂરો કપ રમાઈ રહ્યો છે. પોર્ટુગલ ટીમના કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ મેચ બાદ એક પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરી હતી. તેઓ જ્યારે ટેબલ પર આવ્યા ત્યારે ત્યાં માઈક પાસે 2 કોકા કોલાની બોટલ અને એક પાણીની બોટલ પડેલી હતી. રોનાલ્ડોએ ત્યાં પડેલી કોકા કોલાની બંને બોટલ હટાવી દીધી હતી પાણીની બોટલ ઉઠાવીને 'ડ્રિંક વોટર' એમ કહ્યું હતું. 

રોનાલ્ડોના આ વર્તન બાદ કોકા કોલાના શેરની કિંમત 56.10 ડોલરથી ઘટીને 55.22 ડોલર થઈ ગઈ હતી. કોકા કોલાનું માર્કેટ વેલ્યુએશન પણ 242 અબજ ડોલરથી ઘટીને 238 અબજ ડોલર થઈ ગયું હતું.