×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વૃદ્ધ સાથે મારપીટ : રાહુલે કહ્યું કે આ ઘટના સમાજ માટે શરમજનક, યોગીએ કહ્યું શરમ તમને આવવી જોઇએ

નવી દિલ્હી, તા. 15 જૂન 2021, બુધવાર

રાજધાની દિલ્હીને અડીને આવેલા  ઉત્તર પ્રદેશના ગાજિયાબાદના લોની બોર્ડર વિસ્તારમાં ઓટોમાં બેઠેલા એક વૃદ્ધને જયશ્રી રામ ના બોલવા પર મારવામાં આવ્યા હતા. આ ઘટના હવે રાજકિય રુપ ધારણ કરી રહી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ અંગે ટ્વિટ કરીને યુપી સરકાર પર પ્રહાર કર્યો છે. રાહુલ ગાંધીએ આ ઘટનાને શરમજનક ગણાવી છે. તો રાહુલના આ ટ્વિટ પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ પલટવાર કર્યો છે.

રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે હું એ માનવા તૈયાર નથી કે શ્રીરામના સાચા ભક્તો આવું કરી શકે છે. તેમણે પોતાના ટ્વિટમાં આગળ લખ્યું કે આવી ક્રુરતા માનવતાથી ઘણી દૂર છે. આ સમાજ અને ધર્મ બંને માટે શરમજનક છે. રાહુલના આ ટ્વિટના જવાબમાં યોગી આદિત્યનાથે ટ્વિટ કરીને લખ્યું કે ભગવાન શ્રીરામની પહેલી શીખ છે કે સ્તય બોલવું, જે તમે જીવનમાં ક્યારેય કર્યુ નથી.

યોગીએ પોતાના ટ્વિટમાં લખ્યું કે શરમ આવવી જોઇએ કે પોલીસ તરફથી સત્ય જણાવ્યા છતી તમે સમાજમાં ઝેર ફેલાવવાના કામમાં લાગ્યા છે. સત્તાની લાલચમાં માનવતાને શર્મસાર કરી રહ્યા છો. ઉત્તર પ્રદેશની જનતાને અપમાનિત કરવું, તેમને બદનામ કરવાનું છોડી દો.

ઉલ્લેખનીય છે કે ગાજિયાબાદમાં બીજા સંપ્રદાયના એક વૃદ્ધ વ્યક્તિ સામે ચાકુની અણીએ જય શ્રી રામનો નારો લગાવ્યાની ઘટના સામે આવી છે. પોલીસે આ ઘટનાને લઇને ફરિયાદ પણ નોંધી છે. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે, જેમાં તે વૃદ્ધ સાથે મારપીટ થઇ રહી છે. પીડિતે દાઢી કાપવાનો આરોપ પણ લગાવ્યો છે.