×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

નુસરત લગ્નનુ રજિસ્ટ્રેશન કરાવવા તૈયાર જ નહોતી, પતિ નિખિલ જૈને આખરે તોડ્યુ મૌન

નવી દિલ્હી,તા.11 જૂન 2021,શુક્રવાર

ટીએમસીની ગ્લેમરસ સાંસદ અને અભિનેત્રી નૂસરત જહાં અને નિખિલ જૈન વચ્ચેના લગ્ન જીવનનો અંત આવી ગયો છે. છેલ્લા બે દિવસથી નૂસરત જહાં નિવેદન આપી રહી છે અને હવે નિખિલ જૈને પણ પોતાનુ મૌન તોડ્યુ છે.

ઉદ્યોગપતિ નિખિલે કહ્યુ હતુ કે, 8 માર્ચ, 2021ના રોજના છુટકે મારે અલીપુરની સિવિલ કોર્ટમાં અમારા લગ્ન કરવા માટે કેસ દાખલ કરવો પડ્યો હતો. લગ્ન થયુ ત્યારે નુસરત ભારે હોમ લોનના દેવા હેઠળ હતા. મેં આ લોન ચુકવવા માટે મારા એકાઉન્ટમાંથી પૈસા મોકલ્યા હતા. આ જ પૈસા મારા એકાઉન્ટમાં તેણે પાછા મોકલ્યા છે. આમ છતા હજી પણ તેણે મને બહુ મોટી રકમ ચુકવાવની બાકી છે.

તેમણે કહ્યુ હતુ કે, નૂસરત જહાંએ જે પણ આરોપ લગાવ્યા છે તે જુઠ્ઠા તો છે  જ અને સાથે અપમાનજનક પણ છે. મેં નૂસરતને સંખ્યાબંધ વખત લગ્નનુ રજિસ્ટ્રેશન કરાવવા માટે કહ્યુ હતુ પણ તેણે મારી વાત માની નહોતી. લગ્નના થોડા સમય પછી નૂસરતનુ વલણ બદલાઈ ગયુ હતુ. એક ફિલ્મના શૂટિંગ બાદ તેના વર્તનમાં બદલાવ આવી ગયો હતો.

ઉલ્લેખનીય છે કે, નૂસરત કહી ચુકી છે કે, અમારા લગ્ન તુર્કીમાં થયા હતા પણ ભારતમાં સ્પેશ્યલ મેરેજ એકટ હેઠળ લગ્ન રજિસ્ટર નહીં થયા હોવાથી અમારા લગ્ન થયા જ નથી. અમે લિવ ઈન રિલેશનશિપમાં રહેતા હતા. એ પછી હું નિખિલથી અલગ થઈ ગઈ હતી. આમ છતા ઘણા સમય સુધી મેં આ મુદ્દે બોલવાનુ ટાળ્યુ હતુ.

નુસરત જહાં અને નિખિલના લગ્ન 2019માં થયા હતા. ભારતમાં જે તે સમયે આ લગ્નની ભારે ચર્ચા થઈ હતી. જોકે નુસરત જહાંએ હવે પોતાના લગ્નના ફોટોગ્રાફ પણ સોશિયલ મીડિયા પર પોતાના એકાઉન્ટમાંથી ડિલિટ કરી દીધા છે.