×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભાજપને એક વર્ષમાં મળ્યુ 750 કરોડનુ દાન, કોંગ્રેસને માત્ર 139 કરોડનુ જ ડોનેશન મળ્યુ

નવી દિલ્હી,તા.10 જૂન 2021,ગુરૂવાર

ભાજપ અને કોંગ્રેસ દેશની સૌથી બે રાજકીય પાર્ટીઓ છે. બંને પાર્ટીઓને જોકે લોકસભાની ગત ચૂંટણીમાં મળેલી બેઠકોમાં ઘણુ અંતર છે અને તેવુ જ પાર્ટીઓને મળી રહેલા દાનની રકમમાં પણ છે.

છેલ્લા સાત વર્ષથી ભાજપ ડોનેશન મેળવવામાં કોંગ્રેસથી આગળ છે. ચૂંટણી પંચને સોંપવામાં આવેલા એક અહેવાલમાં કહેવામાં આવ્યુ છે કે, 2019-20માં પાર્ટીને 750 કરોડ રૂપિયાનુ ડોનેશન મળ્યુ છે. જે કોંગ્રેસ પાર્ટીને મળેલા 139 કરોડ રૂપિયાના ફંડ કરતા પાંચ ગણુ વધારે છે.

આ એક વર્ષના સમયગાલામાં એનસીપીને 59 કરોડ, ટીએમસીને 8 કરોડ, સીપીએમને 19.6 કરોડ રૂપિયા અને સીપીઆઈને 1.9 કરોડ રૂપિયાનુ દાન મળ્યુ છે. ભાજપને સૌથી વધુ દાન આપનારાઓમાં ભાજપના સાંસદ રાજીવ ચંદ્રશેખની જ્યુપિટર કેપિટલ, આઈટીસી ગ્રૂપ, મેક્રોટેક ડેવલપર્સ, પ્રૂડેન્ટ ઈલેક્ટોરલ ટ્રસ્ટ, બીજી શિર્કે કન્સ્ટ્રક્શન ટેકનોલોજી અને જનકલ્યાણ ઈલેક્ટોરલ ટ્રસ્ટ સામેલ છે.

નાણાકીય વર્ષ 2019-20માં એકલા પ્રૂડેન્ટ ઈલેક્ટોરલ ફંડ દ્વારા ભાજપને 217 કરોડ રૂપિયા દાનમાં મળ્યા છે. જ્યારે જનકલ્યાણ ટ્રસ્ટ થકી ભાજપને 45 કરોડ રૂપિયા મળ્યા છે. જ્યુપિટર કેપિટલે 15 કરોડ, આઈટીસી ગ્રૂપે 76 કરોડ, મેક્રોટેક ડેવલપર્સે 21 કરોડ રૂપિયા ભાજપને દાન આપ્યુ છે. બી જી શિર્કે કન્સ્ટ્રક્શ કંપનીએ 35 કરોડનુ ફંડ આપ્યુ છે.

ઓક્ટોબર 2019માં ભાજપને રિયલ એસ્ટેટ કંપની ગુલમર્ગ રિયલ્ટર્સ તરફથી 20 કરોડ રૂપિયાનુ દાન મળ્યુ હતુ. એ પછી ઈડીએ જાન્યુઆરી 2020માં આ કંપની પર દરોડા પાડ્યા હતા. ભાજપને દાન આપનારામાં 14 શૈક્ષણિક સંસ્થાઓ પણ સામેલ છે. જ્યારે હરિયાણા મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે પાંચ લાખ, રાજ્યસભા સાંસદ રાજીવ ચંદ્રશેખરે બે કરોડ રૂપિયા, અરૂણાચલ પ્રદેશના સીએમ પ્રેમા ખાંડુએ 1.1 કરોડ રૂપિયા અને કિરણ ખેરે 6.8 લાખ રૂપિયાનુ યોગદાન આપ્યુ છે.

જોકે દાનની કુલ રકમ 750 કરોડ કરતા વધારે હોઈ શકે છે. કારણકે રિપોર્ટમાં માત્ર 20000 રૂપિયાથી વધારે દાનનુ જ રજિસ્ટ્રેશન કરાતુ હોય છે.