×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પશ્ચિમ બંગાળમાં ચીનના નાગરિકની ધરપકડ, બાંગ્લાદેશ બોર્ડરથી કરી હતી ઘૂસણખોરી

પશ્ચિમબંગાળ,તા.10 જૂન 2021,ગુરૂવાર

ભારત અને બાંગ્લાદેશ બોર્ડર નજીક પશ્ચિમ બંગાળના માલદા વિસ્તારમાં બીએસએફ દ્વારા એક ચીની નાગરિકની ધરપકડ કરવામાં આવી છે. ચીની નાગરિક બાંગ્લાદેશ બોર્ડરથી ભારતમાં ગેરકાયદેસર રીતે ધરપકડ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે બીએસએફના જવાનોએ તેને ઝડપી લીધો હતો.

હાલમાં તેની પૂછપરછ ચાલી રહી છે. બંગાળમાં ચીની નાગરિકના ઘૂસણખોરીના પ્રયાસના કારણે સુરક્ષા એજન્સીઓ ચોંકી ઉઠી છે. અધિકારીઓનુ કહેવુ છે કે, ગુરુવારે સવારે બીએસએફના જવાનો પેટ્રોલિંગ કરી રહયા હતા ત્યારે માલદા જિલ્લાની બોર્ડર પાસે તેને રોકીને પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે ગેરકાયદેસર રીતે બોર્ડર ક્રોસ કરી હોવાનુ બહાર આવ્યુ છે. હવે સ્થાનિક પોલીસ, બીએસએફ અને ગુપ્તચર એજન્સીઓ તેની પૂછપરછ કરી રહી છે.

ચીનના નાગરિક પાસેથી એક લેપટોપ, ચીનનો પાસપોર્ટ , બાંગ્લાદેશનો વિઝા, ઈલેક્ટ્રોનિક ગેઝેટ, ત્રણ મોબાઈલ તથા અમેરિકન ડોલર અને ભારતીય કરન્સી અને બીજો સામાન પણ મળી આવ્યો છે. તેનુ નામ હોન જુવેઈ બતાવાઈ રહ્યુ છે. ચીનની ભારત સાથેની બોર્ડર ઉત્તર પૂર્વમાં છે ત્યારે ચીનનો નાગરિક વાયા બાંગ્લાદેશ થઈને ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કેમ કરી રહ્યો હતો તેની વિગતો હજી સપાટી પર આવી નથી.

સુરક્ષા એજન્સીઓ પણ બંગાળમાંથી ચીની નાગરિકની ધરપકડના પગલે એલર્ટ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, લદ્દાખ મોરચે ગયા વર્ષથી ભારત અને ચીન વચ્ચે તનાવ ચાલી રહ્યો છે.