×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સનકી તાનાશાહનું નવું ફરમાનઃ જીન્સ પહેરવા, વિદેશી ફિલ્મો જોવા પર મૃત્યુની સજા


- જો કોઈ બાળક વિદેશી કપડા પહેરે કે વિદેશી હેર સ્ટાઈલ અપનાવે તો તેના માતા-પિતાને સજા આપવામાં આવશે

નવી દિલ્હી, તા. 08 જૂન, 2021, મંગળવાર

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન પોતાના નિર્ણયોને લઈ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. કિમ જોંગ ઉને તાજેતરમાં જ એક નવો આદેશ બહાર પાડ્યો છે કે, ઉત્તર કોરિયાનો કોઈ નાગરિક જો વિદેશી ફિલ્મો જોશે કે વિદેશી કપડાં પહેરશે તો તેને મૃત્યુની સજા ફટકારવામાં આવશે. 

આટલેથી જ ન અટકતાં કિમ જોંગ ઉને એવો આદેશ પણ આપ્યો છે કે જો કોઈ પાસેથી અમેરિકી, જાપાની અને દક્ષિણ કોરિયાના વીડિયો મળશે તો તેને પણ મૃત્યુની સજા સંભળાવવામાં આવશે. ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને સરકારી મીડિયાને  તાજેતરમાં જ એક ચિઠ્ઠી લખી હતી. 

આ ચિઠ્ઠી દ્વારા યુવાનોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ યુવાનોમાં અપ્રિય, વ્યક્તિવાદી, સમાજવિરોધી વર્તન વિરૂદ્ધ અભિયાન છેડે. આ તરફ દક્ષિણ કોરિયાના લોકોનું કહેવું છે કે, તાનાશાહ વિદેશી ભાષણો, હેરસ્ટાઈલ અને કપડાંઓને ખતરનાક ઝેર માને છે. તેમના મતે તાનાશાહ કિમ જોંગ ઉન નથી ઈચ્છતા કે તેમના નાગરિકો દક્ષિણ કોરિયાની ઝાકમઝોળ ભરેલી ટીવી સીરિયલ અને ફિલ્મો જુએ. કિમ જોંગ ઉન યુવાનોમાં ભય સર્જીને તેમના સપના ખતમ કરવા માંગે છે. કિમનું માનવું છે કે જો બીજા દેશની સંસ્કૃતિ તેના દેશમાં પહોંચી તો નાગરિકો તેના વિરૂદ્ધ ઉભા થઈ શકે છે. તેઓ તાનાશાહીનો વિરોધ પણ કરી શકે છે. 

આ નવા કાયદા પ્રમાણે જો કર્મચારી દોષી ઠેરવાય તો ફેક્ટરીના માલિકને સજા મળશે. જો કોઈ બાળક વિદેશી કપડા પહેરે કે વિદેશી હેર સ્ટાઈલ અપનાવે તો તેના માતા-પિતાને સજા આપવામાં આવશે. આ તરફ ઉત્તર કોરિયાના લોકો જાણવા માંગે છે કે બહારની દુનિયા કેવી દેખાય છે અને ત્યાં શું ચાલી રહ્યું છે. 

ગત વર્ષે ઉત્તર કોરિયાથી ભાગવામાં સફળ રહેલા ચોઈ જોંગ હૂનના કહેવા પ્રમાણે તે જ્યારે ચીન પહોંચ્યો ત્યારે પહેલી વખત ઈન્ટરનેટનો ઉપયોગ કર્યો. મેં ઉત્તર કોરિયા અંગેની અનેક ડોક્યુમેન્ટરી જોઈ, લેખ વાંચ્યા ત્યારે મને સમજાયું કે આ કદાચ સાચું છે કારણ કે તેમની વાતો સમજાઈ રહી હતી.