×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોના વાયરસની ઉત્પત્તિ અંગે વધુ આંકડા આપવા ચીનને મજબૂર ન કરી શકાયઃ WHO


- ભવિષ્યમાં આ પ્રકારની મહામારીથી બચવું હોય તો તેના મૂળ સુધી જવું પડશે

નવી દિલ્હી, તા. 08 જૂન, 2021, મંગળવાર

કોરોના વાયરસની ઉત્પત્તિ ચીનમાં થઈ કે નહીં તે અંગે હજુ  સુધી કોઈ નક્કર પુરાવા સામે નથી આવ્યા. જોકે તમામ નિષ્ણાતો ચીન તરફ જ આંગળી ઉઠાવી રહ્યા છે. ત્યારે આ બધા વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થાએ કહ્યું છે કે, તે ચીનને વાયરસની ઉત્પત્તિ અંગે વધુ આંકડા ઉપલબ્ધ કરાવવા મજબૂર ન કરી શકે. 

ડબલ્યુએચઓના કહેવા પ્રમાણે જોકે તે એ વાત પર ભાર આપતું રહેશે કે, એ મુદ્દે તપાસ ચાલુ રહેવી જોઈએ કે આખરે વાયરસ ક્યાંથી આવ્યો અને આ રીતે વિશ્વમાં ફેલાઈ ગયો. 

અમેરિકા બન્યું આકરૂ

ચીનથી નીકળીને સમગ્ર વિશ્વમાં તબાહી મચાવનારા કોરોના વાયરસની ઉત્પત્તિ અંગે તપાસમાં લાગેલું અમેરિકા હવે કોઈ પણ સંજોગોમાં ડ્રેગન વિરૂદ્ધ નરમાશ વર્તવાના મૂડમાં નથી. અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકેને કોરોના વાયરસ માટે ચીનને જવાબદાર ઠેરવતા કહ્યું હતું કે, જો કોરોના વાયરસનો ખાત્મો કરવો હોય અને ભવિષ્યમાં આ પ્રકારની મહામારીથી બચવું હોય તો તેના મૂળ સુધી જવું પડશે. જે રીતે તપાસ થવી જોઈએ તે માટે ચીન હજુ સુધી સહયોગ નથી આપી રહ્યું. 

કોરોના વાયરસના શરૂઆતના પ્રસારને લઈ આકરો વિવાદ વ્યાપેલો છે. ગત વર્ષે આ વાયરસ જાનવરોમાંથી ફેલાયો હોવાનું માનવામાં આવતું હતું ત્યારે હવે છેલ્લા કેટલાક મહિનાઓથી તે વુહાન લેબથી લીક થયો હોવા અંગે તપાસની માંગ તેજ બની છે.