×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઝાંસી ખાતે 3 રાજ્યના વોટર લિસ્ટમાં સામેલ નેતા વિરૂદ્ધ ફરિયાદ, તપાસના આદેશ


- ચરણ સિંહે પોતાના દીકરા રાજ યાદવને પણ 4 જગ્યાએ વોટર બનાવીને બબીના બ્લોકના જ બીજા વોર્ડનો ક્ષેત્ર પંચાયત સદસ્ય બનાવ્યો છે

નવી દિલ્હી, તા. 08 જૂન, 2021, મંગળવાર

ઉત્તર પ્રદેશના ચૂંટણી પંચને ઝાંસી ખાતેથી એક ખૂબ જ આશ્ચર્યજનક ફરિયાદ મળી છે. ફરિયાદ પ્રમાણે એક વ્યક્તિ ફક્ત ઝાંસીમાં જ 3 જગ્યાએ વોટર છે. એટલું જ નહીં, દિલ્હી અને મધ્ય પ્રદેશમાં પણ વોટર છે. કોઈ જગ્યાએ વોટર લિસ્ટમાંથી નામ રદ્દ કરાવ્યા વગર જ તે ત્રીજી જગ્યાએથી ચૂંટણી જીત્યા છે. હાલ ફરિયાદના આધાર પર રાજ્ય ચૂંટણી પંચે ઝાંસીના જિલ્લાધિકારીને તપાસના આદેશ આપ્યા છે અને તપાસ રિપોર્ટ માંગ્યો છે. 

તાજેતરમાં યોજાયેલી ત્રિસ્તરીય પંચાયત ચૂંટણી દરમિયાન બબીના બ્લોકમાં રહેતા કાલીચરણે રાજ્ય ચૂંટણી પંચને ઝાંસીના મોઠ બ્લોકથી 2 વખત બ્લોક પ્રમુખ રહી ચુકેલા ચરણ સિંહ યાદવની પુરાવા સાથે ફરિયાદ કરી હતી. ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવી છે કે મૌઠ ખાતેથી 2 વખત બ્લોક પ્રમુખ રહી ચુકેલા ચરણ સિંહ આ વખતે ક્ષેત્ર પંચાયત સદસ્ય ચૂંટણી બબીના બ્લોક ખાતેથી જીત્યા છે. ચરણ સિંહે પોતાને બડૌરાના મતદાતા પણ બનાવ્યા છે.

ચરણ સિંહનું નામ મોઠના બુડાવલી વોટર લિસ્ટમાં, ઝાંસી નગર નિગમના વોર્ડ નંબર 57 સીપી મિશનક કમ્પાઉન્ડના વોટર લિસ્ટમાં અને મધ્ય પ્રદેશના નિવાડી જિલ્લાના પૃથ્વીપુર ખાતેના વોટર લિસ્ટમાં પણ સામેલ છે. ચરણ સિંહે કોઈ પણ જગ્યાના વોટર લિસ્ટમાંથી પોતાનું નામ રદ્દ નથી કરાવ્યું અને બબીના બ્લોકની એક ક્ષેત્ર પંચાયત બેઠક પરથી ચૂંટણી જીતી લીધી છે. 

4 પાનાની આ ફરિયાદ મળ્યા બાદ રાજ્ય ચૂંટણી પંચે ઝાંસીના ડીએમ પાસેથી રિપોર્ટ માંગ્યો છે અને ઝાંસીના ડીએમએ સંબંધિત વિભાગો પાસેથી 3 દિવસમાં વિસ્તૃત રિપોર્ટની માંગ કરી છે. 

કોણ છે ચરણ સિંહ

ચરણ સિંહ પોતાને ગરૌઠા ખાતેના સપાના ધારાસભ્ય રહી ચુકેલા દીપ નારાયણ સિંહનો પિતરાઈ ભાઈ ગણાવે છે. જેમના વિરૂદ્ધઝાંસીના મૌઠ, સીપરી બજાર અને કોતવાલી થાણામાં જ નહીં પરંતુ લખનૌના હજરતગંજ, હરિયાણાના માનેસર અને છતરપુરના ભગવા ખાતે પણ એફઆઈઆર નોંધાયેલી છે.

ચરણ સિંહ પર ગુંડા એક્ટ અને ગેંગસ્ટર એક્ટ લાગી ચુકેલો છે. મધ્ય પ્રદેશ પોલીસ 10,000 રૂપિયાનું ઈનામ પણ રાખી ચુકી છે. ચરણ સિંહે પોતાના દીકરા રાજ યાદવને પણ 4 જગ્યાએ વોટર બનાવીને બબીના બ્લોકના જ બીજા વોર્ડનો ક્ષેત્ર પંચાયત સદસ્ય બનાવ્યો છે.