×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પુણેમાં સેનિટાઇઝરની કંપનીમાં વિકરાળ આગ 18 ભૂંજાયા : મૃતકોમાં મોટાભાગની મહિલાઓ


જેસીબીથી દીવાલ તોડીને કેટલાક કામદારોને બહાર કાઢવામાં આવ્યા : પોલીસે કંપનીના માલિકની પૂછપરછ શરૂ કરી

મૃતકોના પરિવારજનોને રૂ. પાંચ લાખની સહાય

મુંબઇ : પુણેમાં કેમિકલ કંપનીમાં આજે ભીષણ આગ લાગતા 18 જણ મોતને ભેટયા હતા. મૃતકમાં 15 મહિલાનો સમાવેશ હોવાનુ કહેવાય છે. અહી સેનિટાયઝર બનાવવામાં આવતુ હોવાથી આગ ઝડપથી પ્રસરી ગઇ હોવાની ચર્ચા થઇ રહી છે.

ફાયરબ્રિગેડે કલાકોની જહેમત પછી આગ પર કાબૂ મેળવ્યો હતો આ બનાવને લીધે શોકની છાયા ફરી વળી હતી. કંપનીમાં સુરક્ષાની યોગ્ય કાળજી રાખવામાં આવી નહોતી એવો આરોપ કરવામાં આવી રહ્યો છે. પોલીસે કંપનીના માલિકને તાબામાં લઇ વધુ તપાસ આદરી છે.

આગ લાગવાનુ ચોક્કસ કારણ પ્રાથમિક તપાસમાં જાણી શકાયુ નહોતુ. કોરોનાને લીધે મહારાષ્ટ્ર સહિત સંપૂર્ણ દેશમાં ચિંતાનુ વાતાવરણ છે કોરોનાથી બચાવ માટે સેનિટાયઝરનો  ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે કદાય સેનિટાયઝર બનાવતી કંપનીમાં જ આગ લાગતા જ આગ લાગતા સુરક્ષા વ્યવસ્થા બાબતે પણ સવાલ ઉભા થયા છે.

નોંધનિય છે કે મહારાષ્ટ્રમાં અગાઉ વિવિધ સ્થળે હોસ્પિટલમાં આગી લાગતા કોરોનાની સારવાર માટે દાખલ અનેક દર્દી મોતના મુખમાં ધકેલાય ગયા છે. પુણે સ્થિત મુળશી તાલુકામાં પિરંગુટ, એમઆડીસી  વિસ્તારમાં આવેલી કંપનીમાં આજે બપોરે આગ ભભૂકી હતી. તે સમયે કંપની 37 કામગાર કામ કરતા હોવાનુ કહેવાય છે. આગ લાગી ત્યારે જોરદાર સ્ફોટ પણ થયો હતો. જેને લીધે આસપાસના લોકોમાં ગભરાટ ફેલાય ગયો હતો.

જવલનશીલ કેમિકલના લીધે આગ ઝડપથી  પ્રસરી જતા કામગાર કંપનીમાંથી બહાર આવી શકયા નહોતા સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા. ફાયરબ્રિગેડે અને પોલીસે ઘટનાસ્થળે ધસી ગયા બાદ આગ બૂઝાવવાની કામગિરી કરી હતી. જેસીબીની મદદથી દીવાલ તોડીને અમૂક કામગારને બહાર કાઢયા હતા.

આ કંપનીમાં મોટા ભાગે મહિલા કામગાર હાજર હતી. આગ પર નિયંત્રણ મેળવ્યા બાદ 18 મૃતદેહ મળી આવ્યા હતા. એમાં 15 મહિલા હોવાનુ કહેવાય છે. આગામમ મૃતકની સંખ્યા વધી શકે છે. કામગારો ગંભીરપણે દાઝી જતી મૃતદેહની ઓળખ કરવામાં મુશ્કેલી થઇ રહી હતી.

કંપનીમાં અંદર કોઇ કામગાર છે કે કેમ એની તપાસ કરવામાં આવી હતી. પોલીસે કંપનીના માલિકાને તાબામાં લઇ જરૂરી કાર્યાવાહી શરૂ કરીદીધી હતી. આ કંપનીમાં કલોરિન ડાયોકસાઇડ બનાવામાં આવતુ હતુ, એમ પુણે ગ્રામિણના સુપ્રિટેન્ડન્ટ એક પોલીસ અભિનય દેશમુખે જણાવ્યું હતું.