×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પાકિસ્તાન જ હમાસના આતંકીઓને તાલીમ આપે છે, પાકના જ સાંસદે કર્યો ઘટસ્ફોટ

નવી દિલ્હી,તા.6 જૂન 2021,રવિવાર

ગાઝા પટ્ટીમાં સક્રિય અને અવાર નવાર ઈઝરાયેલ સાથે સંઘર્ષમાં ઉતરતા હમાસના આતંકવાદીઓને પાકિસ્તાન તાલિમ આપતુ હોવાનો ખુલાસો પાકિસ્તાનના જ એક રાજકીય નેતા રાજા જફર ઉલ હકે કર્યો છે.

તેમણે કહ્યુ હતુ કે, પાકિસ્તાની સેના ઘણા વર્ષોથી હમાસાના લડવૈયાઓને તાલીમ આપી રહી છે અને હજી પણ તે ચાલુ જ છે. એટલુ જ નહી પણ પાકિસ્તાની સેનાનુ એક કમાન્ડો યુનિટ ગાઝામાં ટ્રેનિંગ સેન્ટર ચલાવવા માટે ઘણા વખતથી તૈનાત કરાયુ છે. હું જ્યારે ટ્યુનિશિયા ગયો હતો ત્યારે ત્યાંના આગેવાન અબૂ જિહાદ તે સમયે જિવતા હતા. તેમણે મને કહ્યુ હતુ કે ઈઝરાયેલ સાથે જ્યારે પણ લડાઈ થાય છે ત્યારે તેમાં ભાગ લેનારા સૌથી વધારે લોકો એ હોય છે જેમણે પાકિસ્તાનની અંદર લશ્કરી તાલીમ લીધી હોય. અહીંયા પણ તેમની લશ્કરી તાલીમ ચાલતી હતી અને હાલમાં પણ થઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે, અબુ જિહાદ ગાઝામાં સક્રિય ફતેહ પાર્ટીના સહસંસ્થાપક હતા. હમાસ અને પાકિસ્તાનના સબંધોનો ખુલાસો કરનાર રાજા જફર ઉલ હક પાકિસ્તાની સાસંદ પણ છે. તે પાકિસ્તાન સંસદના વિપક્ષના નેતા પણ રહી ચુક્યા છે. 1997 થી 1999 સુધી તે પાકિસ્તાની સરકારમાં મંત્રી પણ રહી ચુક્યા છે.

આમ મોટુ રાજકીય કદ ધરાવતા  નેતાએ કરેલો જાહેર ખુલાસો પાકિસ્તાન માટે પરેશાની પણ ઉભી કરી શકે છે. જોકે પાકિસ્તાની સરકાર પહેલેથી જ ઈઝરાયેલનો વિરોધ કરતી આવી છે અને સમયાંતરે પેલેસ્ટાઈનને સમર્થન આપતી રહી છે. તાજેતરના હમાસ અને ઈઝરાયેલ વચ્ચેના સંઘર્ષમાં પણ પાકિસ્તાને હમાસનુ સમર્થન કર્યુ હતુ.