×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઝૂકરબર્ગને ડિનર પર નહીં બોલાવુ, એકાઉન્ટ પરનો પ્રતિબંધ બે વર્ષ લંબાવ્યા બાદ ફેસબૂક પર ભડકયા ટ્રમ્પ

નવી દિલ્હી,તા.5 જૂન 2021,શનિવાર

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પના એકાઉન્ટ પરનો પ્રતિબંધ બે વર્ષ સુધી લંબાવી દીધા બાદ ટ્રમ્પ ફેસબૂક પર બરાબર ભડક્યા છે.

ટ્રમ્પ જાન્યુઆરી 2023 સુધી ફેસબૂકનો ઉપયોગ નહીં કરી શકે.તેના પર ટ્રમ્પે કહ્યુ છે કે, ફેસબૂકનો નિર્ણય એ કરોડો અમેરિકનોનુ અપમાન છે જેમણે મને મત આપ્યો હતો. ફેસબૂકની કાર્યવાહીને ટ્રમ્પે સેન્સરશીપ ગણાવી છે. ટ્રમ્પની સેવ અમેરિકા પોલિટિકલ એક્શન કમિટીએ નિવેદન આપીને કહ્યુ છે કે, ફેસબૂકનો નિર્ણય 7.5 કરોડ અમેરિકનોનુ અપમાન છે. જેમણે 2020માં ગોટાળાથી ભરપૂર ચૂંટણીમાં અમને મત આપ્યો હતો. ફેસબૂક અમને સેન્સર કરીને ચૂપ નહીં કરી શકે. અમે જીતુશું અને અમારો દેશ આ પ્રકારના વ્યવહારને સહન નહીં કરી શકે.

દરમિયાન ટ્રમ્પે કહ્યુ હતુ કે, હું જ્યારે ફરી પ્રમુખ બનીશ ત્યારે વ્હાઈટ હાઉસમાં ડિનર માટે ઝુકરબર્ગ અને તેમના પત્નીને નહીં બોલાવવામાં આવે.

ટ્રમ્પના એકાઉન્ટને ફેસબૂકે શુક્રવારે જ બે વર્ષ માટે સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી હતી.ઉલ્લેખનીય છે કે, આ પહેલા જાન્યુઆરી મહિનામાં અનિશ્ચિત મુદત માટે ટ્રમ્પનુ એકાઉન્ટ બંધ કરાયુ હતુ. અમેરિકન સંસદ પર ટ્રમ્પ સમર્થકોએ કરેલા હુમલા બાદ ફેસબૂકે આ કાર્યવાહી કરી હતી અને ટ્રમ્પ પર સમર્થકોને ભડકાવવાનો આરોપ લગાવ્યો હતો.

આ પહેલા ગયા મહિને ફેસબૂકની બોર્ડ મિટિંગમાં ટ્રમ્પના એકાઉન્ટ પર પ્રતિબંધની ટીકા થઈ હતી. જોકે તેમના પરનો પ્રતિબંધ બીજા બે વર્ષ માટે યથાવત રખાતા ટ્રમ્પને ઝાટકો લાગ્યો છે.