×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ડોકટરો બાદ હવે જ્યોતિષીઓ પર બાબા રામદેવે સાધ્યુ નિશાન, કહી આવી વાત

નવી દિલ્હી,તા.2 જુન 2021,બુધવાર

એલોપેથિક ડોકટરો બાદ હવે બાબા રામદેવે જ્યોતિષ પર નિશાન સાધ્યુ છે. બાબા રામદવેનુ કહેવુ છે કે, તમામ મુહૂર્ત ભગવાને બનાવ્યા છે ત્યારે જ્યોતિષીઓ ચોઘડીયા અને મૂહૂર્તના નામે લોકોને ગેરમાર્ગે દોરે છે. ભારતમાં એક લાખ કરોડ રુપિયાની જ્યોતિષ ઈન્ડસ્ટ્રી ચાલે છે.

બાબા રામદેવે આગળ કહ્યુ હતુ કે, જ્યોતિષીઓ બેઠા બેઠા લોકોના નસીબને દોડાવે છે. જ્યારે મોદીજીએ પાંચસો અને એક હજારની નોટો બંધ કરી ત્યારે કોઈને ખબર પડી નહોતી. કોઈ જ્યોતિષીએ કહ્યુ નહોતુ કે કોરોના આવવાનો છે. કોઈએ નહોતુ કહ્યુ કે એ પછી બ્લેક ફંગસની પણ એન્ટ્રી થશે.

યોગ શિબિરમાં સાધકો સાથેની વાતમાં બાબા રામદેવે કહ્યુ હતુ કે, કોરોનાનુ સમાધાન કોરોનિલથી થવાનુ છે. સાથે સાથે તેમણે હિન્દી અને સંસ્કૃત બોલનારા આજે ખ્યાતિ મેળવી રહ્યા છે અને એ જોઈને બધા કહી રહ્યા છે કે, હિન્દી અને સંસ્કૃત ભણવુ જોઈએ. ગુરુકુળમાં ભણનારા જ ભવિષ્યમાં દેશ ચલાવવાના છે.

દરમિયાન આઈએમએ ઉત્તરાખંડના સેક્રેટરી ડો.અજય ખન્નાએ દાવો કર્યો છે કે, બાબા રામદેવે કોરોનિલ દવાનુ પરીક્ષણ ઉત્તરાખંડની નદીઓમાં મળી આવતી માછલીઓની એક પ્રજાતિ પર કર્યુ હતુ.ખુદ પતંજલિ દ્વારા એક જર્નલમાં પ્રકાશિત રિસર્ચ પેપરમાં આ જાણકારી આપી હતી. માછલી પરની દવા માણસોને આપી શકાય નહીં અને પતજંલિએ તો માછલી પર ઢંગથી પરીક્ષણ કર્યુ નહોતુ.