×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પાકિસ્તાને લોન્ચ કરી હોમમેડ કોરોના વેક્સિન PakVac, અસરકારકતા અંગે મૌન


- પાકિસ્તાનમાં તૈયાર થયેલી વેક્સિન આકરી ટ્રાયલ, ગુણવત્તા, તપાસ અને માનવ પરીક્ષણમાંથી પસાર થઈ હોવાનો દાવો

નવી દિલ્હી, તા. 02 જૂન, 2021, બુધવાર

કોરોનાના સંકટ વચ્ચે પાકિસ્તાને પોતાની એક હોમમેડ વેક્સિન લોન્ચ કરી છે. પાકિસ્તાને આ વેક્સિનનું નામ PakVac Covid-19 Vaccine રાખ્યું છે. જોકે આ વેક્સિન કેટલી પ્રભાવી છે, દર્દી પર તે કેટલા ટકા અસરકારક રહેશે અને તેની ટ્રાયલનું રિઝલ્ટ શું આવ્યું આ અંગે કોઈ જાણકારી નથી આપવામાં આવી. 

ઈમરાન ખાનના સ્વાસ્થ્ય મામલે વિશેષ સહાયક ડૉ. ફૈસલ સુલ્તાન અને નેશનલ કમાન્ડ એન્ડ ઓપરેશન સેન્ટર પ્રમુખ અસદ ઉમરે સ્વદેશી કોરોના વેક્સિન લોન્ચ કરી હતી. સાથે જ તેમણે ટૂંક સમયમાં જ દેશ કોરોનાની એક મહત્વપૂર્ણ દવાનું ઉત્પાદન શરૂ કરવા સક્ષમ હશે તેવી આશા વ્યક્ત કરી હતી. 

ડૉ. ફૈસલે મંગળવારે વેક્સિન લોન્ચિંગ કાર્યક્રમમાં જણાવ્યું કે, દરેક મુશ્કેલીમાં એક અવસર છે. આ મહામારી દરમિયાન ચીન પાકિસ્તાનના મિત્ર તરીકે સામે આવ્યું. ચીન પહેલેથી જ પાકિસ્તાનનું મિત્ર છે, જ્યારે કોરોનાએ પાકિસ્તાનને ભરડામાં લીધું ત્યારે પણ ચીન સાથે રહ્યું. તેમણે વેક્સિન વિકસિત કરવા માટે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંસ્થા (એનઆઈએચ)ની પણ પ્રશંસા કરી હતી. 

આ માટે તેમણે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંસ્થાને શુભેચ્છા પાઠવી હતી અને આ પગલાથી દેશમાં વેક્સિન સપ્લાયમાં તેજી આવશે તેમ જણાવ્યું હતું. તેમણે પાકિસ્તાનમાં તૈયાર થયેલી વેક્સિન આકરી ટ્રાયલ, ગુણવત્તા, તપાસ અને માનવ પરીક્ષણમાંથી પસાર થઈ હોવાની માહિતી આપી હતી.