×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મમતાના માનીતા પૂર્વ મુખ્ય સચિવ બંદોપાધ્યાયને કેન્દ્રની કારણ બતાવો નોટિસ


યાસ વાવાઝોડા અંગેની બેઠકથી શરૂ થયેલો કેન્દ્ર-મમતાનો વિવાદ વકર્યો

'જો ડર ગયા વોહ મર ગયા...' : મમતાએ ફિલ્મ શોલેનો ડાયલોગ ટાંકી મોદી-શાહની ટીકા કરી

મમતાએ યાસ વાવાઝોડા બાદ જાહેર સેવાને બાજુમાં મુકી પોતાના ઘમંડ સાથે કામ કર્યું : રાજ્યપાલ

નવી દિલ્હી : કેન્દ્ર સરકાર અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી વચ્ચેનો વિવાદ વધતો જાય છે. યાસ વાવાઝોડાની બેઠકમાં મમતા અને તત્કાલીક મુખ્ય સચીવ અલ્લપન બંદોપાધ્યાય મોડા આવ્યા હોવાના દાવા થઇ રહ્યા છે.

બંદોપાધ્યાયને કેન્દ્રએ દિલ્હી બોલાવ્યા હતા પણ તેઓએ દિલ્હી જવાને બદલે રાજીનામુ આપી દીધુ હતું. હવે તેમની સામે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કારણ બતાવો નોટિસ કાઢી છે. સાથે જ હાજર ન થવા અંગે ત્રણ દિવસમાં જવાબ માગ્યો છે. 

ગૃહ મંત્રાલયે કહ્યું છે કે બંદોપાધ્યાયે સ્વેચ્છાએ નિવૃત્તિ સ્વિકારી તેના કલાકો પહેલા જ આ નોટિસ કાઢવામાં આવી હતી. તેમની સામે ડીઝાસ્ટર મેનેજમેન્ટ કાયદા અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી શકે છે. બીજી તરફ મમતા બેનરજીએ કેન્દ્ર પર આકરા પ્રહારો જારી રાખ્યા છે.

તેમણે આરોપ લગાવ્યો હતો કે મોદી અને અમિત શાહને બંગાળમાં ભાજપની જે હાર થઇ તે હજુ પણ નથી પચી રહી. મમતાએ બાદમાં કહ્યું હતું કે મોદી અને શાહ હિટલર અને સ્ટાલિન જેવુ વર્તન કરી રહ્યા છે. રાજ્ય સરકારની અનુમતી વગર કોઇ પણ અધિકારીને કેન્દ્ર પોતાની પાસે કામ કરવા માટે ન બોલાવી શકે. 

મમતાએ વધુમાં કહ્યું કે હું દરેક રાજ્યોની સરકારો, વિપક્ષ નેતાઓ, એનજીઓ, આઇએએસ અધિકારીઓને અપીલ કરૂ છુ કે તેઓ કેન્દ્ર સરકારની સામેની આ લડાઇમાં એક થઇ જાય. સાથે જ મમતાએ આઇકોનિક ફિલ્મ શોલેનો ડાયલોગ પણ બોલ્યા હતા.

મમતાએ કહ્યું હતું કે જો ડર ગયા સમજો મર ગયા. બીજી તરફ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનકરે કહ્યું હતું કે મમતા બેનરજી જાહેર સેવાને બાજુમાં રાખીને ઘમંડ સાથે કામ કરી રહ્યા છે. પીએમ મોદી સાથે યાસ વાવાઝોડા અંગેની બેઠકમાં મમતા મોડા પહોંચ્યા અને બાદમાં જતા રહ્યા તે મામલે રાજ્યપાલે આ નિવેદન આપ્યું હતું. 

મમતાનો આરોપ અને કેન્દ્રના જવાબ

મમતા

:

પીએમ સાથેની બેઠક અંગે અમને મોડી જાણકારી અપાઇ

કેન્દ્ર

:

વાવાઝોડા પહેલા બેઠકનો સમય નક્કી ન કરી શકાય

મમતા

:

મે પીએમ સાથે કલઇકુંડામાં બેઠક માટે રાહ જોઇ હતી

કેન્દ્ર

:

મોદી કલઇકુંડામાં 1.59 વાગ્યે પહોંચ્યા જ્યારે મમતા 2.10 વાગ્યે આવ્યા

મમતા

:

મુખ્ય સચિવ બંદોપાધ્યાય અંગેના નિર્ણયમાં રાજ્ય સાથે કોઇ વાત ન કરાઇ

કેન્દ્ર

:

બંદોપાધ્યાય ઓલ ઇંડિયા કેડરના અિધકારી છે, ફરજ યોગ્ય રીતે નહોતી નિભાવી

મમતા

:

મે પીએમ સાથેની બેઠકમાં મુખ્ય સચીવ સાથે પ્રવેશ કર્યો, પીએમને રિપોર્ટ સોપી અને તેમની અનુમતી બાદ રવાના થઇ

કેન્દ્ર

:

પીએમ મોદીએ મમતાને બેઠક છોડી જતા રહેવા માટે અનુમતી નહોતી આપી