×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોનાની બીજી લહેરમાં અર્થતંત્ર ધરાશાઇ, 2020-21માં GDP 7.3% ઘટી

નવી દિલ્હી, 31 મે 2021 સોમવાર

નાણાકીય વર્ષ 2020-21માં દેશનો GDP 7.3 ટકાનો ઘટાડો થયો છે. જોકે, ગયા નાણાકીય વર્ષનાં ચોથા ક્વાર્ટરમાં GDPમાં 1.6 ટકાનો વધારો થયો છે. આ સૂચવે છે કે કોરોનાની બીજી લહેર પહેલા દેશની અર્થવ્યવસ્થા રિકવરીનાં માર્ગ પર હતી.

નાણાકીય વર્ષ 2020-21માં દેશની અર્થવ્યવસ્થામાં ઘટાડો થવાનું અનુમાન હતું. કારણ કે ગયા વર્ષે કોરોના રોગચાળાએ અર્થતંત્ર પર ભારે અસર કરી હતી. નાણાકીય વર્ષ 2019-20માં દેશનો GDP ગ્રોથ 4% હતો.

પાછલા નાણાકીય વર્ષમાં ગ્રોસ વેલ્યુ એડેડમાં 6.2 ટકાનો ઘટાડો નોંધાયો છે. અર્થતંત્રનાં વિકાસ દર વિશે GVA પ્રમાણમાં સારી પધ્ધતી છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં બહાર પાડવામાં આવેલા એડવાન્સ અનુમાનમાં અગાઉના નાણાકીય વર્ષમાં આર્થિક વિકાસ દરમાં 8 ટકાનાં ઘટાડાનું અનુમાન હતું. આ રીતે વાસ્તવિક આંકડાઓ અનુમાન કરતા વધુ સારા છે.

ગયા નાણાકીય વર્ષના છેલ્લા ત્રિમાસિક ગાળામાં બાંધકામ ક્ષેત્ર (કન્સ્ટ્રક્સન સેક્ટર)માં 14 ટકાની વૃધ્ધી રહી. યુટિલિટી સેક્ટરમાં ગ્રોથ 9.1 ટકા રહ્યો.  યુટિલિટીમાં  ગેસ, વીજળી, પાણી પુરવઠાનો સમાવેશ થાય છે. બીજી તરફ, સર્વિસ સેક્ટરમાં 2.3 ટકાનો ઘટાડો નોંધાયો છે. સર્વિસ સેક્ટરમાં હોટલ, ટ્રેડ અને ટ્રાન્સપોર્ટનો સમાવેશ થાય છે. જો કે, કન્સ્ટ્રક્સન અને યુટિલિટીઝ સેક્ટરના સારા પ્રદર્શનને લીધે પાછલા નાણાકીય વર્ષમાં GDPમાં અપેક્ષા કરતા ઓછો ઘટાડો થયો.

પાછલા નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં, અર્થતંત્ર વૃધ્ધીનાં માર્ગ પર પાછું ફર્યું હતું. ડિસેમ્બર ક્વાર્ટરમાં GDP ગ્રોથ 0.5 ટકા હતો. આ પહેલા પાછલા નાણાકીય વર્ષનાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં GDP માં લગભગ 24 ટકા અને બીજા ક્વાર્ટરમાં 7.5 ટકાનો ઘટાડો આવ્યો હતો.