×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશથી આવેલા બિન-મુસ્લિમોને નાગરિકતા મળશે


ગૃહ મંત્રાલયે શરણાર્થીઓ પાસેથી અરજી મગાવી

હાલ માત્ર ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ, પંજાબના 13 જિલ્લામાં રહેતા શરણાર્થીઓને જ નાગરિકતા અપાશે

નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહ મંત્રાલયે અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશથી આવેલા બિન-મુસ્લિમ શરણાર્થીઓ પાસેથી ભારતીય નાગરિકતા માટે અરજીઓ માગી છે. કેન્દ્ર સરકારે શુક્રવારે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના હિંદુ, સિખ, જૈન તેમજ બૌદ્ધ અને ગુજરાત, રાજસૃથાન, છત્તીસગઢ, હરિયાણા, પંજાબના 13 જિલ્લામાં રહેતા બિન-મુસ્લિમોને ભારતીય નાગરિક્તા માટે આમંત્રીત કર્યા હતા. 

ગૃહ મંત્રાલયે નાગરિક્તા કાયદો 1955 અને 2009માં કાયદા અનુસાર બનાવવામાં આવેલા નવા નિયમો અંતર્ગત આ આદેશના તાત્કાલીક અમલ માટે એક સુચના જાહેર કરી હતી. 2019માં સીએએ એટલે કે નાગરિકતા કાયદો બનાવવામાં આવ્યો હતો, જેનો દેશના વિવિધ હિસ્સામાં વ્યાપક પ્રમાણમાં વિરોધ થયો હતો. 

સીએએ અંતર્ગત બાંગ્લાદેશ, પાકિસ્તાન, અફઘાનિસ્તાનમાં વસતા બિન-મુસ્લિમ લઘુમતીઓે જેવા કે હિંદૂ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ઇસાઇને ભારતીય નાગરિક્તા આપવામાં આવશે, આ નાગરિક્તા એવા લોકોને અપાશે કે જેઓ 2014 સુધીમાં ભારતમાં આવ્યા હોય.

ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર હાલ છત્તીસગઢના દુર્ગા અને બલૌદાબાજાર, રાજસૃથાનના જાલોર, ઉદયપુર, પાલી, બાડમેર અને સિરોહી, હરિયાણાના ફરીદાબાદ અને પંજાબના જાલંધરમાં રહે છે. જિલ્લાના ડીએમ દ્વારા આ અરજીઓની ખરાઇ અને ચકાસણી કરવામાં આવશે. આ માટે ઓનલાઇન પોર્ટલનો પણ ઉપયોગ કરાશે. 

ગુજરાતમાં વસતા અન્ય દેશના બિન મુસ્લિમ લોકોને ભારતની નાગરિકતા આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. ખાસ કરીને બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના છ લધુમતિ સમુદાયોના શરણાર્થીઓને નાગરિકત્વનું સર્ટિફિકેટ આપવા માટે સબંધિત જિલ્લા કલેક્ટરોને સત્તા આપવામાં આવી છે. 

પડોશી રાજ્ય બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના બિન મુસ્લિમ માઇનોરિટી લોકોને આ અધિકાર જિલ્લા કક્ષાએ કલેક્ટર અને રાજ્યકક્ષાએ સચિવ આપી શકશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કુલ છ સમુદાયોના શરણાર્થીઓને મંજૂરી આપવા માટે ગુજરાત ઉપરાંત છત્તીસગઢ, રાજસ્થાન, હરિયાણા અને પંજાબના કુલ 13 જિલ્લા નિયત કરવામાં આવ્યા છે.

ભારત સરકારના ગૃહ વિભાગ દ્વારા જે આદેશ કરવામાં આવ્યો છે તેમાં બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં માઈનોરિટી ગણાતા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખિસ્ત્રી ધર્મના શરણાર્થીઓનો સમાવેશ થાય છે.

આ નાગરિકો સિટીઝનશીપ કે સર્ટિફિકેટ ઓફ નેચરલાઈઝેશન માટે અરજી કરી શકશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચનામાં જણાવાયું છે કે નાગરિકતા કાયદા 1955ની કલમ 16 અંતર્ગત પ્રાપ્ત થતી શક્તિનો ઉપયોગ કરી કેન્દ્ર સરકારે કાયદાની ધારા (5)ના આધારે આ પગલું ભર્યું છે.

ગુજરાતના મોરબી, રાજકોટ, પાટણ અને વડોદરાનો આદેશમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અરજદારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે જેની ચકાસણી બાદ કલેક્ટર અને સેક્રટેરી કાર્યવાહી કરી શકશે.

તમામ અરજીઓ જિલ્લા કલેક્ટર અથવા સેક્રેટરીએ કેન્દ્ર સરકારના વિભાગને આ અરજીઓ મોકલવી પડશે. આ પહેલાં 2018માં ગુજરાત, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને દિલ્હીના અન્ય 16 જિલ્લા કલેક્ટરોને સત્તા આપવામાં આવી હતી.

આ કામગીરી સીએએને લગતી નથી તેવી સ્પષ્ટતા પણ આદેશમાં કરવામાં આવી છે. રજીસ્ટ્રેશન થયાના સાત દિવસમાં કલેક્ટર અને સેક્રેટરી જે લોકોને નાગરિકતાનું સર્ટિફિકેટ આપશે તે ભારત સરકારને પણ મોકલવાનું રહેશે. જે લોકો 31મી ડિસેમ્બર 2017 સુધીમાં ભારત આવી ગયા છે તેમને આ મોકો મળશે.