×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જ્યારે નેવી ચીફ NDAના કેડેટ્સ સાથે પુશ અપ્સ કરવા લાગ્યા, તસવીર થઈ વાયરલ

નવી દિલ્હી,તા.29 મે 2021,શનિવાર

ભારતીય નૌસેનાના ચીફ એડમિરલ કરમબીર સિંહે ગઈકાલે દહેરાદૂન ખાતે આવેલી નેશનલ ડિફેન્સ એકેડમીની મુલાકાત લીધી હતી.

તેમની આ મુલાકાત એક તસવીરના કારણે ચર્ચાનો વિષય બની છે.જેમાં તેઓ બીજા કેડેટ્સની સાથે પુશ અપ્સ કરતા જોવા મળી રહ્યા છે. ભારતીય સેનાની ચિનાર કોર્પ્સના કમાન્ડર લેફ્ટેનન્ટ જનરલ કે જે એસ ઢિલ્લોને એક ટ્વિટ કરીને કહ્યુ હતુ કે, નેવી ચીફ એડમિરલ કરમબીર સિંહે  ગઈકાલે પાસિંગ આઉટ પરેડના મુખ્ય અતિથિ રહ્યા હતા. આ દરમિયાન તેઓ હંટર સ્કવોડ્રનના અધિકારીઓન મળ્યા હતા અને કહ્યુ હતુ કે, ચાલો પુશ અપ્સ કરીએ.

એક અધિકારીએ તેમને પૂછ્યુ હતુ કે, કેટલા પુશ અપ્સ કરવાના છે ત્યારે કરમબીર સિંહે જવાબ આપ્યો હતો કે, જેટલા થઈ શકે.એ પછી તેઓ બીજા ઓફિસર અને કેડેટસ સાથે પુશ અપ્સ કરવા માંડ્યા હતા.

કરમબીર સિંહે પુશ અપ્સ કરીને પોતાની ફિટનેસ તરફ પણ લોકોનુ ધ્યાન ખેંચ્યુ છે. ગઈકાલે ટ્વિટર પર તેમની આ તસવીર શેર થયા બાદ યુઝર્સે નવો ચીલો ચાતરવા બદલ તેમના વખાણ કર્યા હતા.

નેશનલ ડિફેન્સ એકેડમીમાં યોજાતી પાસિંગ આઉટ પરેડ બાદ પાસ થયેલા કેડેટસ પુશ અપ્સ કરીને સેલિબ્રેશન કરતા હોય છે. એડમિરલ કરમબીર સિંહ પણ તેમાં સામેલ થયા હતા.