×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દેશમાં કોરોનાના દર્દીઓએ 22955 કરોડના ક્લેમ મુકયા, 11161 કરોડના મેડીક્લેમ હજી પણ પેન્ડિંગ

નવી દિલ્હી,તા.26 મે 2021,બુધવાર

કોરોનાના દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે પણ લાખો રુપિયાનો ખર્ચ કરવો પડતો હોય છે. જોકે જ્યારે મેડિક્લેઈમની રકમ ચુકવવાની હોય તો વીમા કંપનીઓ અખાડા કરતી હોવાના અનુભવ ઘણાને થતા હોય છે.

બીજી તરફ કોરોનાના હળવા લક્ષણો ધરાવતા ઘણા દર્દીઓ ઘરે જ સારવાર લેતા હોય છે. આવા દર્દીઓ માટે સરકારે ઈન્સ્યોરન્સ કંપનીઓને તાકીદ કરી હતી કે, ઘરે સારવાર લઈ રહેલા લોકોની ટ્રીટમેન્ટને પણ મેડીક્લેઈમ હેઠળ કવર કરવામાં આવે. જોકે હોમ કવોરેન્ટાઈન લોકો માટે વીમા કંપનીઓ અલગ જ પોલિસી અપનાવી રહી છે. હોમ ટ્રીટમેન્ટ હેઠળ જો કોઈ દર્દી ઈન્સ્યોરન્સ ક્લેમ કરે તો તેને 10 થી 50 ટકા જ રકમ મળી રહી છે.

એક અંગ્રેજી અખબારના અહેવાલમાં જણાવ્યા પ્રમાણે વીમા કંપનીઓ આવા ક્લેમને યોગ્ય રીતે સેટલ કરી રહી નથી. બીજી તરફ કોરોનાના ક્લેમના અત્યાર સુધી 14.8 લાખ મામલા વીમા કંપનીઓ સમક્ષ આવ્યા છે. આ પૈકી 83 ટકા કેસમાં મેડિક્લેમ સેટલમેન્ટ થઈ ચુક્યુ છે અને 17 ટકા મામલામાં સેટલમેન્ટ હજી બાકી છે. લગભગ 2.5 લાખ કેસ એવા છે જે વીમા કંપનીઓ સમક્ષ વિચારણા હેઠળ છે. અત્યાર સુધીમાં દેશમાં લોકોએ 22955 કરોડ રુપિયા કોરોનાની સારવાર માટે ક્લેમ કર્યા છે. આ પૈકી 11794 કરોડ રુપિયાના ક્લેમ મંજૂર કરાયા છે અને 11161 કરોડ રુપિયાના કલેમ પેન્ડિંગ છે. 57000 જેટલા કેસ રિજેક્ટ પણ કરાયા છે.

હોમ ટ્રીટેમેન્ટને લાગે વળગે છે ત્યાં સુધી દર્દીઓ માટે વીમા કંપનીઓ સરેરાશ 15000 થી 20000 રુપિયા સુધીનો ક્લેમ મંજૂર કરે છે.