×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ક્રિકેટ રસીયાઓ માટે ખુશખબરઃ IPLની બાકી રહેલી મેચ યોજાઇ શકે છે આ દેશમાં

નવી દિલ્હી, 25 મે 2021 મંગળવાર

IPL 2021 ની બાકીની 31 મેચ સપ્ટેમ્બરના ત્રીજા અઠવાડિયામાં UAEમાં યોજાઇ શકે છે. રિપોર્ટ અનુસાર ટુર્નામેન્ટની બાકીની મેચ અને ડબલ હેડર મેચ સહિતની 10 અઠવાડિયામાં પૂર્ણ થશે. તદનુસાર, BCCIનું કહેવું છે કે આ 31 મેચનું આયોજન કરવા માટે 3 અઠવાડિયાની વિંડો પૂરતી છે.

BCCIના અધિકારીએ પીટીઆઈને જણાવ્યું તે મુજબ, લીગની શરૂઆતની તારીખ સ્ટેકહોલ્ડરને 18 થી 20 સપ્ટેમ્બર સુધીની  જણાવવામાં આવી છે. 18 સપ્ટેમ્બર શનિવાર છે, જ્યારે 19 સપ્ટેમ્બર રવિવાર છે. તેથી, બોર્ડ આ તારીખથી લીગ શરૂ કરવા માંગશે. તેવી જ રીતે, ફાઈનલ 9 અથવા 10 ઓક્ટોબરના રોજ યોજાઈ શકે છે. બાયો બબલમાં સૌથી વધુ કેસો હોવાને કારણે IPL 2021 આ મહિનાની શરૂઆતમાં અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવી હતી. મુલતવી રાખતા પહેલા ટૂર્નામેન્ટની 29 મેચ રમાઇ ચુક્યા હતાં.

અત્રે ઉલ્લેખનિય છે કે આઈપીએલ માટે BCCIએ ECBને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી અને ત્રીજી ટેસ્ટ વચ્ચેનું અંતર ઘટાડવાની વિનંતી કરી હતી, જેથી ટેસ્ટ સિરિઝ થોડા સમય પૂર્વે સમાપ્ત થઈ શકે. પરંતુ ECBએ આને નકારી કાઢતાં કહ્યું કે BCCIએ તેમને આવી કોઈ વિનંતી કરી નથી. તેથી, આ શ્રેણી હવે શેડ્યૂલ મુજબ હાથ ધરવામાં આવશે. આ સીરીઝ 4 ઓગસ્ટથી શરૂ થવાની છે, જે 14 સપ્ટેમ્બર સુધી ચાલશે. સિરીઝ પૂરી થયા પછી ભારત અને ઇંગ્લેન્ડના ખેલાડીઓ માન્ચેસ્ટરથી એક સાથે જ UAE જવા માટે ઉડાન ભરશે.

આ સિવાય BCCIએ 1 જૂને યોજાનારી ICCની બેઠક પૂર્વે 29 મી મેના રોજ સ્પેશિય જનરલ મિટિંગ બોલાવી છે. ICC વર્લ્ડ કપ 18 ઓક્ટોબરથી રમવાનો છે. ભારતમાં કોવિડ-19 રોગચાળાને ધ્યાનમાં રાખીને, ટી 20 વર્લ્ડ કપ પણ UAEમાં શિફ્ટ કરી શકાશે, જે ભારતમાં યોજાનાર છે.