×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વેક્સિનની માંગઃ ક્યાંક રાંધણ ગેસના ડિલિવરી બોય ન બની જાય સુપર સ્પ્રેડર, રોજ સંપર્કમાં આવે છે 3 કરોડ લોકોના


- મહામારી દરમિયાન ટાર્ગેટ ડિલિવરી ટાઈમ અંતર્ગત કારણ બતાવો નોટિસ મોકલવાનું બંધ કરવામાં આવે તેવી માંગ

નવી દિલ્હી, તા. 25 મે, 2021, મંગળવાર

ઘરે-ઘરે રાંધણ ગેસ પહોંચાડનારા લોકોને શક્ય તેટલી ઝડપથી કોરોના વેક્સિન આપવાની માંગણી જોર પકડી રહી છે. અતિ આવશ્યક વસ્તુઓમાં સામેલ રાંધણ ગેસને એ સમયે પણ પૂરો પાડવામાં આવ્યો હતો જ્યારે કોરોના સંક્રમણ તેના ચરમ સ્તરે હતું. ફેડરેશન ઓફ એલપીજી ડિસ્ટ્રિબ્યુટર ઓફ ઈન્ડિયાના કહેવા પ્રમાણે ગેસની ડિલિવરી આપનારા સુપરસ્પ્રેડર બની શકે છે માટે તેમને શક્ય તેટલી ઝડપથી રસી અપાય તે આવશ્યક છે. તેમને ફ્રન્ટલાઈન કર્મી માનીને આ માંગણી ઝડપથી પૂરી કરવા કહેવામાં આવ્યું છે કારણ કે, કોવિડ કાળમાં પણ તેઓ બીમારીને ભૂલીને કોરોના યોદ્ધાઓની માફક લોકોની સેવા કરી રહ્યા હતા. તેમના કારણે જ લોકડાઉન દરમિયાન લોકો ઘરેબેઠા રસોડામાં રાંધી શક્યા હતા.

દૈનિક 3 કરોડ લોકોનો સંપર્ક

એલપીજી ડિલિવરી બોય્ઝ દેશભરના 65-75 લાખ ઘરોમાં જાય છે. એક અંદાજ પ્રમાણે તેઓ દૈનિક 3 કરોડ કરતા પણ વધારે લોકોના સંપર્કમાં આવે છે. આ કારણે તેઓ સુપરસ્પ્રેડર બને તેવી શક્યતા ખૂબ વધી ગઈ છે. તેઓ સતત લોકોના સંપર્કમાં આવતા હોવાથી કોરોના અટકાવવાની ચેઈનમાં તેઓ ભંગાણ બની શકે છે. માટે તેમને સૌથી પહેલા રસી મળવી જોઈતી હતી. 

કોરોનાની બીજી લહેરમાં મળેલા આંકડાઓ પ્રમાણે એલપીજી વિતરક, તેમનો સ્ટાફ અને તેમના પરિવારના આશરે 50,000 કરતા પણ વધારે લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા અને તેમાંથી 500 કરતા વધારે લોકો મૃત્યુ પામ્યા. 

એસોશિએશનની માંગ

- મહામારી દરમિયાન ટાર્ગેટ ડિલિવરી ટાઈમ અંતર્ગત કારણ બતાવો નોટિસ મોકલવાનું બંધ કરવામાં આવે

- સીમિત જનશક્તિ સાથે કામ કરી રહ્યા હોવાથી મહામારીના કારણે ફોર્સ મજૂરી લાગુ કરવામાં આવે

- કંપનીના અધિકારીઓ વિતરકો પર અવ્યવહારિક લક્ષ્ય થોપી રહ્યા છે

- ભાવ આભને આંબી રહ્યો હોવા છતા વાર્ષિક વિતરણ માર્જિનમાં કોઈ વૃદ્ધિ નહીં

- વિતરકોને ગ્રાહકો પાસેથી જે રોકડ મળે તેને ગેરકાયદેસર રીતે ડિજિટલ પેમેન્ટ તરીકે ચુકવણી દેખાડવાનું અટકાવવામાં આવે