×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રામદેવે કોરોના યોધ્ધાઓનાં 'અનાદરવાળું' નિવેદન પાછું ખેંચ્યું, હર્ષવર્ધનનાં પત્ર પછી ખેદ વ્યક્ત કર્યો

નવી દિલ્હી, 23 મે 2021 રવિવાર

એલોપેથી દવાઓને લગતી ટિપ્પણી અંગેનો વિવાદ વધતા યોગગુરૂ બાબા રામદેવે પોતાનું નિવેદન પાછું ખેંચ્યું છે. હકીકતમાં, રવિવારે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષ વર્ધન દ્વારા બાબા રામદેવને નિવેદન પાછું લેવા પત્ર લખ્યો હતો, ત્યાર બાદ તેમણે પોતાનું નિવેદન પાછું ખેંચ્યું હતું અને ડો. હર્ષવર્ધનને કહ્યું હતું કે, તબીબી પધ્ધતીનાં સંઘર્ષનાં આ સમગ્ર વિવાદ અંગે દિલગીરીપુર્વક વિરામ આપતા પોતાનું નિવેદન આછું ખેચું છું.

કેન્દ્રીય આરોગ્ય પ્રધાનને લખેલા પત્રના જવાબમાં રામદેવે લખ્યું કે, અમે આધુનિક તબીબી વિજ્ઞાન અને એલોપથીનો વિરોધ નથી. અમારું માનવું છે કે એલોપથીએ જીવન રક્ષા પદ્ધતિ અને ઓપરેશન ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરી છે અને માનવતાની સેવા કરી છે. મારું નિવેદન ટાંકવામાં આવ્યું છે એ એક એક્ટિવિસ્ટ મીટિંગનું નિવેદન છે, જેમાં મેં જે વોટ્સએપ મેસેજ આવ્યો તે વાંચ્યો હતો. જો તેનાથી કોઈની લાગણી દુભાઇ છે તો તેનો મને ખેદ છે.'

યોગગુરૂ રામદેવે વધુમાં કહ્યું કે, 'કોઈ પણ ઉપચારમાં ભૂલો બતાવવી તે બાબતને તે પદ્ધતિ પરનો હુમલો ન માનવો જોઈએ. આ વિજ્ઞાનનો બિલકુલ વિરોધ નથી. દરેકને સ્વ-મુલ્યાંકન કરીને સતત પ્રગતિશીલ રહેવું જોઈએ. કોરોના સમયગાળામાં પણ એલોપથી ડોકટરોએ જીવ જોખમમાં મૂકીને કરોડો લોકોના જીવ બચાવ્યા છે. અમે તેનો આદર કરીએ છીએ. અમે પણ આયુર્વેદ અને યોગનો ઉપયોગ કરીને કરોડો લોકોનાં જીવ બચાવ્યા છે, તેનું પણ સન્માન થવું જોઈએ.'