રિઝર્વ બેન્ક કેન્દ્રને એક લાખ કરોડ રૂપિયા આપશે
આવકની તૂટ વચ્ચે રિઝર્વ બેન્ક કેન્દ્ર સરકારની તારણહાર બની
આર્થિક મંદી અને કોરોનાની બીજી લહેર વચ્ચે અપેક્ષા કરતાં વધુ રકમ મળતા કેન્દ્ર સરકારને મોટી રાહત : આરબીઆઈએ નાણાંકિય વર્ષમાં ફેરફાર કર્યો
આરબીઆઇની બેઠકમાં જુલાઇ, 2020થી માર્ચ, 2021 સુધીના 9 મહિનાના ડિવિડન્ટ પેટે રૂ. 99,122 કરોડ ચૂકવવાનો નિર્ણય
મુંબઇ : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ડિવિડન્ડ(સરપ્લસ) પેટે 99,122 કરોડ રૂપિયા કેન્દ્ર સરકારને ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો છે. આરબીઆઇના આ નિર્ણયથી કેન્દ્ર સરકારને કોરોનાની બીજી લહેરનો સામનો કરવામાં મદદ મળશે. આરબીઆઇના ગવર્નર શક્તિકાંતા દાસના નેતૃત્ત્વમાં આરબીઆઇના સેન્ટ્રલ બોર્ડની વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ રકમ જુલાઇ, 2020થી માર્ચ, 2021 સુધીના 9 મહિના માટે ચૂકવવામાં આવશે. રિઝર્વ બેન્કનું એકાઉન્ટિંગ યર જે અત્યારસુધી દર વર્ષે જુલાઈથી જુનનું રહેતું તેમાં ફેરબદલ કરીને હવે તેને એપ્રિલથી માર્ચનું કરાયું છે. સમાપ્ત થયેલું નાણાં વર્ષ ટ્રાન્ઝિશન પીરિયડ હોવાથી રિઝર્વ બેન્કે જુલાઈ 2020થી માર્ચ 2021ના અંતે સમાપ્ત થયેલા નવ મહિનાની બેલેન્સ શીટ તૈયાર કરી છે.
ઉલ્લેખનીય છે કે આરબીઆઇ 1940થી જુલાઇથી જૂન સુધીના નાણાકીય વર્ષને અનુસરતી હતી. તેની પહેલા આરબીઆઇનું નાણાકીય વર્ષ જાન્યુઆરીથી ડિસેમ્બર હતું.
આરબીઆઇની આજે મળેલી બેઠકમાં કન્ટીજન્સી રિસ્ક બફર 5.50 ટકા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે બિમલ જાલન સમિતિએ આ દર 5.5 ટકાથી 6.5 ટકા રાખવાની ભલામણ કરી હતી.
આરબીઆઇ બોર્ડની આજે મળેલી 589મી બેઠકમાં આરબીઆઇ ગવર્નર શક્તિકાંતા દાસ, ડેપ્યુટી ગવર્નરો મહેશકુમાર જૈન, માઇકલ દેબબ્રતા પાત્રા, એમ રાજેશ્વર રાવ અને ટી રબિ શંકર પણ હાજર રહ્યાં હતાં.
સેન્ટ્રલ બોર્ડના અન્ય ડાયરેક્ટરો એન ચંદ્રશેખરન, સતીષ કે મરાઠે, એસ ગુરૂમૂર્તિ, રેવાથી ઐયર અને સચીન ચર્તુવેદી પણ હાજર રહ્યાં હતાં. આ ઉપરાંત આજની બેઠકમાં ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્સિયલ સર્વિસીસના સચિવ દેબાશિશ પાંડા તથા ડિપાર્ટમન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સના સચિવ અજય શેઠ હાજર રહ્યાં હતાં.
કોરોનાને કારણે સરકારની વેરા મારફતની આવકમાં થયેલા નોંધપાત્ર ઘટાડા વચ્ચે સરકારને આરબીઆઈ તરફથી મળેલી આ રકમ રાહતરૂપ બની રહેશે. વર્તમાન નાણાં વર્ષના બજેટમાં સરકારે રિઝર્વ બેન્ક તરફથી રૂપિયા 50,000 કરોડની સરપ્લસ રકમ પ્રાપ્ત થવાનો અંદાજ મૂકયો હતો. આમ સરકારને આરબીઆઇ તરફથી અપેક્ષા કરતા વધુ રકમ મળતા મોટી રાહત મળી છે.
ગયા નાણાં વર્ષ માટે આરબીઆઈએ સરપ્લસ પેટે 57128 કરોડ રૂપિયા સરકારને ટ્રાન્સફર કરી હતી. આજની બોર્ડ મીટિંગમાં રિઝર્વ બેન્કે દેશની વર્તમાન આિર્થક સિૃથતિ, કોરોનાને કારણે ઘરઆંગણે ઊભા થયેલા પડકારો તથા લેવાયેલા નીતિવિષયક પગલાંના પરિણામોનો અંદાજ પણ મેળવ્યો હતો.
નાણાં વર્ષ 2019માં આરબીઆઈએ પોતાની પાસેથી સરપ્લસ પેટે 1.76 લાખ કરોડ રૂપિયાની વધારાની રકમ સરકારને પૂરી પાડી હતી. હાલની નબળી આર્થિક સ્થિતિમાં સરકાર વર્તમાન નાણાં વર્ષ માટેના પોતાના ડિસઈન્વેસ્ટમેન્ટ કાર્યક્રમનો ટાર્ગેટ પૂરો કરી શકશે કે કેમ તે સામે શંકા છે.
આ ઉપરાંત જીએસટી મારફતની આવકમાં પણ તૂટ પડવાની શકયતા જોવાઈ રહી છે. રિઝર્વ બેન્કની આવક મુખ્યત્વે તેની પાસે રહેલી સિક્યુરિટીઝ પર મળતા વ્યાજના રૂપમાં થાય છે. આરબીઆઈએ આવક વેરો ભરવાનો રહેતો નથી અને પોતાના ખર્ચા કાઢીને બાકી રહેતી રકમ તેણે સરકારને ટ્રાન્સફર કરવાની રહે છે.
આરબીઆઇએ આંકડા જાહેર કર્યા
ફોરેન રિઝર્વ લાઇફ ટાઇમ હાઇ સપાટી નજીક પહોંચ્યું
14 મેના પૂરા થતાં સપ્તાહમાં ભારતનું ફોરેન એક્સચેન્જ રિઝર્વ 56.3 કરોડ ડોલર વધીને 590.028 અબજ ડોલર
મુંબઇ : ભારતનું ફોરેન એક્સચેન્જ રિઝર્વ 14 મેના રોજ પૂરા થતા સપ્તાહમાં 56.3 કરોડ ડોલર વધીને 590.028 અબજ ડોલર થઇ ગયું છે તેમ આરબીઆઇ દ્વારા જારી કરાયેલા ડેટામાં જણાવવામાં આવ્યું છે. આ સાથે જ ભારતનું ફોરેન એક્સચેન્જ રિઝર્વ લાઇફટાઇમ હાઇ સપાટીની નજીક પહોંચી ગયું છે.
ભારતના ફોરેન એક્સચેન્જ રિઝર્વની લાઇફટાઇમ હાઇ સપાટી 590. 285 અબજ ડોલરની હતી. આ લાઇફટાઇમ હાઇ સપાટી 29 જાન્યુઆરી, 2021ના રોજ પૂરા થતા સપ્તાહમાં જોવા મળી હતી. સાત મે, 2021ના રોજ પૂર્ણ થતા સપ્તાહમાં ફોરેન એક્સચેન્જ રિઝર્વ 1.444 અબજ ડોલર વધીને 589.465 અબજ ડોલર રહ્યું હતું.
14 મે, 2021ના રોજ પૂરા થતાં સપ્તાહમાં ફોરેન એેક્સચેન્જ રિઝર્વમાં થયેલા વધારા પાછળ ફોરેન કરન્સી એસેટ(એફસીએ)માં થયેલો વધારો જવાબદાર છે. આરબીઆઇ દ્વારા જારી કરવામાં આવેલા ડેટા અનુસાર 14 મે, 2021ના રોજ પૂર્ણ થતાં સપ્તાહમાં ફોરેન કરન્સી એસેટ(એફસીએ) 377 અબજ ડોલર વધીને 546.87 અબજ ડોલર રહ્યું છે. ગોલ્ડ રિઝર્વ 17.4 કરોડ ડોલર વધીને 36.654 અબજ ડોલર રહ્યું છે.