×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Covid 19: રાજ્યમાં આજે નવા 4251 કેસ, 65 દર્દીઓનાં મોત, રિકવરી રેટ 87.97%

ગાંધીનગર, 21 મે 2021 શુક્રવાર

ગુજરાતમાં કોરોનાનાં કેસમાં થયેલો ઘટાડો લોકોને હાશકારો આપનારો છે, ગત, 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 4,251 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાનાં કારણે વધુ 65 દર્દીના મોત નીપજ્યા છે. જ્યારે એક જ દિવસમાં 8783 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 9469 નાગરિકોનો કોરોનાનાં કારણે મોત થયા છે. અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાંથી 6,86,581 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. હાલ, રાજ્યમાં કુલ 84421 દર્દી સારવાર હેઠળ છે. જ્યારે 692 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 9469 પહોંચી ગઈ છે. જ્યારે 83729 દર્દીઓ સ્ટેબલ છે. ગુજરાતમાં રિકવરી રેટ હાલમાં 87.97% છે. 

રાજયનાં વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં આજે નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ પ્રમાણે છે, અમદાવાદ કોર્પોરેશન 803, વડોદરા કોર્પોરેશન 367, સુરત કોર્પોરેશન 269, રાજકોટ કોર્પોરેશન 175, વડોદરા 172, સુરત 171, ભાવનગર કોર્પોરેશન 136, જામનગર કોર્પોરેશન 123, પંચમહાલ 120, આણંદ 116, રાજકોટ 112, કચ્છ 103, જુનાગઢ કોર્પોરેશન 92, મહેસાણા 92, ભરૂચ 91, બનાસકાંઠા 89, ભાવનગર 88, પોરબંદર 83, ખેડા 81, સાબરકાંઠા 81, મહીસાગર 78, દાહોદ 76, દેવભૂમિ દ્વારકા 71, જામનગર 63, નવસારી 60, જુનાગઢ 57, અમરેલી 54, ગાંધીનગર 54, અરવલ્લી 51, નર્મદા 50, પાટણ 48, વલસાડ 47, ગાંધીનગર કોર્પોરેશન 45, ગીર સોમનાથ 41, અમદાવાદ 28, મોરબી 23, છોટા ઉદેપુર 11, સુરેન્દ્રનગર 11, તાપી 9, ડાંગ 7, બોટાદ 3 કેસ નોંધાયા છે.

રાજયમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયામ હેઢળ આજે  1,17,524 લોકોને વેક્સિન આપવામાં આવી છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 1,50,69,752 લોકોને રસી લગાવવામાં આવ્યું છે.