×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતના લોકોએ ઈઝરાયેલને બહુ સમર્થન આપ્યુ છેઃ ઈઝરાયેલના નાયબ રાજદૂત

નવી દિલ્હી,તા.21 મે 2021,શુક્રવાર

ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનના આતંકી સંગઠન હમાસ વચ્ચે ચાલી રહેલા ઘર્ષણમાં ભારત બંનેમાથી કોઈનો પણ સ્પષ્ટ પક્ષ લઈ રહ્યુ નથી પણ ઈઝરાયેલના ભારત સ્થિત નાયબ રાજદૂત રોની ક્લેઈને આખરે સમગ્ર મામલા અંગે વાત કરી છે.

રોની ક્લેઈનનુ કહેવુ છે કે, ભારતના લોકો તરફથી ઈઝરાયેલને ખૂબ સમર્થન મળ્યુ છે. જોકે ભારત સરકાર તરફથી એ પ્રકારનુ સમર્થન મળ્યુ નથી. જેટલુ અન્ય દેશોની સરકારોએ આપ્યુ છે.આમ છતા ભારત અને ઈઝરાયેલના સબંધો બહુ જુના અને ગાઢ છે.

ક્લેઈને કહ્યુ હતુ કે, હમાસ જેરુસલેમના પૂર્વમાં આવેલા શેખ જર્રાહ નામના સ્થળને આગળ ધરીને ઈઝરાયેલ પર હુમલા કરી રહ્યુ હતુ.આ વિસ્તારમાંથી પેલેસ્ટાઈનના લોકોને હટાવી દેવામાં આવશે તેવુ હમાસ માને છે પણ આ જગ્યાને લઈને વિવાદ છે અને તે હાલમાં અદાલતમાં છે. હાલમાં તો સંઘર્ષ રોકાયો છે અને લાગે છે કે, વાતચીત જલ્દી શરુ થશે. પેલેસ્ટાઈનના ઉદારમતવાદી લોકોએ આ માટે આગળ આવવુ પડશે અને કટ્ટરવાદી તત્વોને પાછળ ધકેલવા પડશે.

તેમણે આગળ કહ્યુ હતુ કે, હમાસે ઈઝરાયેલના રહેણાંક વિસ્તારો પર રોકેટો લોન્ચ કર્યા હતા જ્યારે ઈઝાયેલે હમાસના આંતકી માળખાને ટાર્ગેટ કર્યુ હતુ. ઈઝરાયેલે જે ઈમારતોને ટાર્ગેટ કરી હતી ત્યાંના લોકોને અગાઉથી મેસેજ પણ આપ્યો હતો. કેટલીક ઈમારતો પર માત્ર અવાજ કરનારા બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. જેથી ત્યાંના લોકો ચીમકીને ગંભીરતાથી લે. અમારો પ્રયત્ન હમાસાના નેતૃત્વને ખતમ કરવાનો હતો. હમાસે નાગરિકોની આડ લઈને હુમલો કર્યો હતો અને પોતાના જ લોકોના જીવ જોખમમાં મુક્યા હતા.

ક્લેઈનનુ કહેવુ હતુ કે, હમાસના 75 ટકા રોકેટ ઈઝરાયેલના રહેણાંક વિસ્તારામં પડ્યા હતા. ઈઝરાયેલ પર હમાસે 10 દિવસમાં 29 પ્રકારના રોકેટ લોન્ચ કર્યા હતા. ઈઝરાયેલે હમાસ ઉપરાંત લેબનોનમાંથી ઈઝરાયેલ પર થયેલા રોકેટ હુમલાને પણ ગંભીરતાથી લીધો છે. અમે જે પણ હુમલા કર્યા છે તે તમામ રીતે યોગ્ય હતા. વિચારો કે દિલ્હી પર બોમ્બ ફેંકાશે તો ભારતની સરકાર કેવી રીતે પ્રત્યાઘાત આપશે?