×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વાવાઝોડાની આગાહી બાર્જ પી-305ના કેપ્ટને અવગણના કરી હતી, પોલીસે ગુનો દાખલ કર્યો

નવી દિલ્હી,તા.21 મે 2021,શુક્રવાર

તૌકતે વાવાઝોડા દરમિયાન મુંબઈ પાસે અરબી સમુદ્રમાં ડુબેલા બાર્જ પી 305ના કેપ્ટન રાકેશ બલ્લવ સામે મુંબઈ પોલીસે ફરિયાદ નોંધી છે.

આ મામલાની તપાસ માટે સ્પેશિયલ ટીમ પણ બનાવાઈ છે.પોલીસનુ કહેવુ છે કે, આ મામલામાં કેપ્ટનનુ નિવેદન લેવુ જરુરી છે.તેમના પર આરોપ છે કે, ઘટના સમયે લોકોના જીવ જોખમમાં મુકીને તે ફરાર થઈ ગયા હતા. કેપ્ટન પર નાવના ચીફ એન્જિનિયર રહેમાન શેખે લાપરવાહી દાખવવાનો આરોપ પણ મુક્યો હતો.

શેખે કહ્યુ હતુ કે, કેપ્ટનની લાપરવાહીના કારણે સેંકડો લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. કારણકે કેપ્ટને હવામાન વિભાગનો એલર્ટ હોવા છતા બાર્જને સુરક્ષિત જગ્યાએ પહોંચાડી નહોતી. જો હવામાન વિભાગની આગાહીને કેપ્ટને ગંભીરતાથી લીધી હોત તો આટલી મોટી દુર્ઘટના સર્જાઈ ના હોત.

ઉલ્લેખનીય છે ક, આ મામલામાં અત્યાર સુધીમાં 51 લોકોના મોત થઈ ચુક્યા છે. નેવીના અધિકારીનુ કહેવુ છે કે, રેસ્ક્યુ ઓપરેશન હજી ચાલી રહ્યુ છે. 24 લોકો હજી પણ ગૂમ છે. કેપ્ટન અને બીજા લોકોની તપાસ હજી ચાલી રહી છે.

17 મેના રોજ વાવાઝોડાના કારણે અરબી સમુદ્રામાં ઉછળતા મોજા વચ્ચે બાર્જ પી 305 ડુબી ગયુ હતુ. જેમાં 51 લોકોના મોત થઈ ચુક્યા છે. જો ભારતીય નૌસેના અને કોસ્ટ ગાર્ડે જીવના જોખમ વચ્ચે રેસ્ક્યુ ઓપરેશન હાથ ના ધર્યુ હોત તો મોતનો આંકડો ઘણો મોટો હોત. નેવી અને કોસ્ટ ગાર્ડે 180 લોકોને બચાવી લીધા હતા.