×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં પોલીસ અને નક્સલીઓ વચ્ચે અથડામણ, 13 નક્સલીઓ ઠાર મરાયા


ગઢચિરોલી, તા. 21 મે 2021, શુક્રવાર

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં શુક્રવાર મોડી રાતે પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં 13 નક્સલવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ સામે આવ્યાં છે. મહારાષ્ટ્ર પોલીસના C-60 યુનિટ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું છે. ગઢચિરોલીના ડીઆઈજી સંદીપ પાટિલે આ માહિતી આપી છે.

અગાઉ જણાવવામાં આવ્યું હતું કે છ મૃતદેહો મળી આવ્યા છે, ત્યારબાદ થોડા સમય પછી સમાચાર મળ્યા હતા કે અત્યાર સુધીમાં નક્સલવાદીઓના 13 મૃતદેહો મળી આવ્યા છે.


અનેક મોટા કમાન્ડર ઠાર મરાયા હોવાની આશંકા
કોટમી જંગલમાં સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે શુક્રવારે અથડામણ થઇ. હાલ ફાયરિંગ બંધ થઇ ગયું છે અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. અત્યાર સુધી 13 નક્સલીઓના મૃતદેહ મળી આવ્યાં છે. પોલીસને શંકા છે કે ઠાર કરાયેલા નક્સલીઓમાં અનેક મોટા કમાન્ડર હોઇ શકે છે.

ગઢચિરોલી ગોંડિયા રેંજના આઇજી સંદીપ પાટિલે નક્સલીઓ વિરુદ્ધ ઓપરેશનની પુષ્ટિ કરતાં કહ્યું કે હાલ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. સુરક્ષાદળોને આશંકા છે કે ઘણાં નક્સલી હજું પણ કોટમી જંગલમાં છુપાયેલા હોઇ શકે છે. તેથી એલર્ટ થઇને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

નક્સલીઓએ બે વર્ષ પહેલા કર્યો હતો IED બ્લાસ્ટ
મહારાષ્ટ્રમાં ગઢચિરૌલી જિલ્લામાં વર્ષ 2019માં નક્સલીઓ દ્વારા કરવામાં આવેલા IED બ્લાસ્ટમાં 15 પોલીસકર્મીઓ સહિત ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા હતા. વિસ્ફોટની પહેલા નક્સલીઓએ એક રોડ નિર્માણ કરતી કંપનીના 27 વાહનોમાં આગ લગાવી દીધી હતી. વિસ્ફોટમાં માર્યા ગયેલા લોકોમાં વાહન ચાલક પણ હતા. વિસ્ફોટ પોલીસકર્મીઓના વાહનના કુરખેડા વિસ્તારના કુરખેડા વિસ્તારના લેંધારી નાળાની પાસે પહોંચતા જ થયો હતો.