×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાત સરકારે મ્યુકોરમાઈકોસિસને જાહેર કરી મહામારી, રાજ્યમાં બ્લેક ફંગશનાં કેસ વધ્યા

ગાંધીનગર, 20 મે 2021 ગુરૂવાર

રાજ્યમાં કોરોના રોગચાળાની સાથે-સાથે બ્લેક ફંગશ એટલે કે મ્યુકોરમાઈકોસિસનો કહેર પણ વધી રહ્યો છે, રાજ્યામાં  મ્યુકોરમાઈકોસિસનાં દર્દીઓમાં ચિંતાજનક હદે વધારો થતા રાજ્યનાં મુખ્યપ્રધાન વિજય ભાઈ રૂપાણીનાં પ્રમુખ પદે યોજાયેલી કોર કમિટીની બેઠકમાં બાદ મ્યુકોરમાઈકોસિસને મહામારી જાહેર કરવામાં આવે તેવો નિર્ણય કરવામાં આવ્યો. બાદમાં રાજ્ય સરકારે તે અંગેની ઘોષણા કરી.

ગુજરાતની રૂપાણી સરકારે એપીડેમિક ડીસીઝ એક્ટ 1857 હેઠળ મ્યુકોરમાઈકોસિસને મહામારી જાહેર કરી છે. આ સંદર્ભમાં હવે આ રોગની સારવાર કરતી સરકારી અને ખાનગી હોસ્પિટલો અને મેડિકલ કોલેજોએ સ્ક્રીનીંગ ડાયગનોસિસ અને ટ્રીટમેન્ટ માટે ભારત સરકારના આરોગ્ય વિભાગ તેમજ આઇસીએમ આર દ્વારા આ રોગ માટે નક્કી કરવામાં આવેલી ગાઈડલાઇન્સ નું પાલન કરવાનું રહેશે. આ રોગનાં શંકાસ્પદ તેમજ કન્ફર્મ કેસોની વિગતો ભારત સરકારને સમયાંતરે મોકલવાની રહેશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના કહેર વચ્ચે દેશમાં મ્યુકોરમાઈકોસિસનો કહેર વધતા કેંદ્ર સરકાર ચિંતિત છે.  આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલો તથા હેલ્થ સેન્ટર, મેડિકલ કોલેજોએ આરોગ્ય મંત્રાલયે અને ICMR દ્વારા જારી કરાયેલા મ્યુકોરમાઈકોસિસના નિદાન, તપાસ અને વ્યવસ્થાપન માટેની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે દિલ્હી સહિત દેશના ઘણા રાજ્યોમાં મ્યુકોરમાઈકોસિસ (બ્લેક ફંગસ)નાં કેસ વધી રહ્યા છે.

નોંધવા જેવી બાબત એ છે તે ગુજરાત પહેલા રાજસ્થાન, હરિયાણા, તેલંગાણા અને તમિલનાડુ આ બ્લેક ફંગસને મહામારી જાહેર કરી ચૂક્યા છે.