×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભગવાન રામ પર આપત્તિજનક ટિપ્પણી, પૂર્વ વિદ્યાર્થી નેતા શરજીલ ઉસ્માની સામે પોલીસ ફરિયાદ

મુંબઈ,તા.20 મે 2021,ગુરૂવાર

ભગવાન રામના નારા પર આપત્તિજનક ટિપ્પણી કરનાર અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી નેતા શરજિલ ઉસ્માની સામે આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

મહારાષ્ટ્ર પોલિસે ઉસ્માની સામે આપત્તિજનક ટિવટ કરવા બદલ ફરિયાદ દાખલ કરી છે.પોલીસે કહ્યુ હતુ કે, મહારાષ્ટ્રના નાગરિક અંબાદાસ અમ્ભોરેએ ફરિયાદમાં આરોપ મુક્યો હતો કે, ઉસ્માનીએ ટવિટર પર કરેલી પોસ્ટમાં ભગવાન રામ માટે આપત્તિજનક ટિપ્પણીઓ કરી હતી.જેનાથી ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે.

ફરિયાદના આધારે પોલીસે બુધવારે મોડી રાતે ઉસ્માની સામે કેસ દાખલ કરી દીધો છે. ફરિયાદ કરનાર અંબાદાસ અમ્ભોરે હિન્દુ જાગરણ મંચ સાથે જોડાયેલો છે. આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં મહારાષ્ટ્રના પૂણેમાં આયોજિત એલગાર પરિષદના સંમેલનમાં પણ વિવાદાસ્પિદ ધાર્મિક ટિપ્પણી કરી હતી અને તેનાથી ભારે ઉહાપોહ થયો હતો.

ઉસ્માની યુપીનો રહેવાસી છે. તે દેશભરમાં સીએએ સામે થયેલા આંદોલનના પગલે ચર્ચામાં આવ્યો હતો. તેના પિતા અલીગઢ  મુસ્લિમ યુનિવર્સિટીમાં પ્રોફેસર છે અને આ યુનિવર્સિટીમાં તે વિદ્યાર્થી નેતા રહી ચુકયો છે. સીએએ આંદોલનના ભાગરુપે દિલ્હીના શાહીનબાગમાં થયેલા ધરણા સમયે પણ ભડકાઉ ભાષણ કરવાનો તેના પર આરોપ લાગ્યો હતો.