×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વેક્સીન ડોઝના વેડફાટથી પીએમ મોદી ચિંતિત, જાણો કયા રાજ્યોમાં કેટલા ડોઝ બરબાદ થયા

નવી દિલ્હી,તા.20 મે 2021,ગુરૂવાર

કોરોના વેક્સીન મુકવાના અભિયાન વચ્ચે વેક્સીન ડોઝના થઈ રહેલા વેડફાટને લઈને પણ પીએમ મોદીએ ચિંતા વ્યક્ત કરી છે.

વિવિધ રાજ્યોના અધિકારીઓ સાથેની બેઠકમાં પીએમ મોદીએ તેના પર કહ્યુ હતુ કે, કોરોનાની મહામારીને લઈને જે ગંભીર મુદ્દાઓ છે તેમાંનો એક વેક્સીનના વેડફાટનો પણ છે.એક પણ વેક્સીન ડોઝ બરબાદ થાય છે તેનો મતલબ એ છે કે, એક વ્યક્તિને મળનારી સુરક્ષા આપણે છીનવી રહ્યા છે.તેમણે અધિકારીઓને આ વેસ્ટેજ રોકવા માટે અપીલ કરી હતી.પીએમ મોદીએ આ મુદ્દો ઉઠાવ્યો છે તેના પહેલા જ આરટીઆઈમાં એવી વિગતો સામે આવી હતહી કે, 11 એપ્રિલ સુધીમાં વેક્સીનના 10.34 કરોડ જેટલા ડોઝમાંથી 44.78 લાખ જેટલા ડોઝ વેડફાઈ ગયા છે.

આ જાણકારીથી ખબર પડી છે કે, કયા રાજ્યોમાં કેટલા ડોઝ વેડફાયા છે.જેમ કે તામિલનાડુમાં વેક્સીન ડોઝનો વેસ્ટેજ વધારે છે.જ્યારે કેરાલા, બંગાળ, હિમાચલ પ્રદેશ, ગોવા અને મિઝોરમ જેવા રાજ્યો એવા છે જ્યાં વેક્સીન ડોઝનો વેડફાટ સાવ ઓછો કે નહીવત છે.જાણીએ કયા રાજ્યોમાં વેક્સીનના કેટલા ડોઝ વેડફાયા

આંધ્રપ્રદેશ 1.17 લાખ

આસામ 1.23 લાખ

બિહાર 3.37 લાખ

છત્તીસગઢ 1.45 લાખ

દિલ્હી 1.35 લાખ

ગુજરાત 3.56 લાખ

હરિયાણા 2.46 લાખ

જમ્મુ કાશ્મીર 90,619

ઝારખંડ 63,235

કર્ણાટક 2.14 લાખ

લદ્દાખ 3957

એમપી 81535

મહારાષ્ટ્ર 3.56 લાખ

મણિપુર 11,118

મેઘાલય 7673

નાગાલેન્ડ 3844

ઓરિસ્સા 1.41 લાખ

પોંડીચેરી 3115

પંજાબ 1.56 લાખ

રાજસ્થાન 6.10લાખ

સિક્કિમ 4314

તામિલનાડુ 5.03 લાખ

તેલંગાણા 1.68 લાખ

ત્રિપુરા 43292

યુપી 4.99 લાખ

ઉત્તરાખંડ 51956