×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોનાના બીજા મોજાં માટે જવાબદાર વેરિઅન્ટમાં ખતરનાક પરિવર્તન, મ્યુટેશનથી વૈજ્ઞાનિકો પણ પરેશાન


- T478K મ્યુટેશન વૈજ્ઞાનિકો માટે નવો પડકાર

નવી દિલ્હી, તા.19 મે 2021, બુધવાર

ભારતમાં કોવિડ-19નો વેરિઅન્ટ B.1.617.2 ઝડપભેર ફેલાઇ રહ્યો છે. ત્યારે એમાં થયેલો એક મ્યુટેશન વૈજ્ઞાનિકો માટે નવો પડકાર બની રહ્યો છે. એમાં સ્પાઇક પ્રોટિનમાં થયેલો T478K મ્યુટેશન દુનિયાભરની શ્રેષ્ઠ લેબોરેટરીઓના ધ્યાનમાં છે. શક્ય છે કે B.1.617.2 જેટલી સંક્રામકતા બતાવી રહ્યો છે, એની પાછળ આ જ મ્યુટેશન હોય. T478K મ્યુટેશન વિષે હજી ખાસ માહિતી પણ પ્રાપ્ત નથી એ ચિંતાપ્રેરક છે. જો કે રસપ્રદ વાત એ પણ છે કે આ મ્યુટેશન B.1.617ના અન્ય સબ-ટાઇપમાં મળ્યો નથી. 

છેલ્લામાં છેલ્લા અભ્યાસમાં ખ્યાલ આવ્યો છે કે ઝડપભેર ફેલાઇ રહેલા મેકિસકન વેરિઅન્ટમાં પણ T478K મ્યુટેશન છે. એના લીધે જ સંક્રમણનું સ્તર વધી રહ્યું છે. ઇન્સાકોગના વૈજ્ઞાનિક અને ઇન્સ્ટિટયુટ ઓફ જિનોમિક બાયોલોજી ઇન ઇન્ડિયાના નિદેશક અનુરાગ અગ્રવાલે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે B.1.617માં E482Q મ્યુટેશન ન્યુટ્રલાઇઝેશન રિડક્શન માટે મુખ્ય હતો. P681R કોષ ઇન્ફયુઝનને વધારવામાં મદદ કરે છે. જો કે B.1.617.2 સબ-લીનિએજમાં કોઇ E4842Q મ્યુટેશન નથી, છતાં એ ફેલાઇ રહ્યો છે. 

એનો મતલબ એ છે કે E482Q ચિંતાજનક નથી. એક નવા મ્યુટેશન T478Kની હાજરી નિશ્ચિત રૂપે છે, પરંતુ એના વિષે હજી સુધી બધી માહિતી ઉપલબ્ધ નથી. અને ત્યાં સુધી આવું, P681Rના લીધે થઇ રહ્યું છે કે T478Kના લીધે ? એ કહી શકાય નહિં.

અગ્રવાલે કેમ્બ્રિજ યુનિવર્સીટીના રવીન્દ્ર ગુપ્તા સાથે સંયુક્તપણે B.1.617 ના એન્ટિબોડીઝ તરફ રિસ્પોન્સ વિષે એક શોધ કરી હતી, જેમાં પણ T478Kનો ઉલ્લેખ છે. ગુપ્તાએ ગયા પખવાડિયે ટિવટ્ કર્યું કે તેઓ બ્રેકથ્રુ ઇન્ફેક્શન માટે T487K મ્યુટેશન્સને જવાબદાર ગણે છે. અન્ય વૈજ્ઞાનિકોના મતે આ સબન્ટાઇપની સંક્રામકતા પાછળ સ્પાઇક પ્રોટિનમાં T487K અને L452R મ્યુટેશન્સનું કોમ્બિનેશન છે. 

યુનિવર્સિટી ઓફ મિશિગને પણ તાજા અભ્યાસમાં ટી478કે વિષે લખ્યું છે, કે કદાચ એણે જ મેકિસકો વેરિઅન્ટ B.1.1.222ને સૈાથી વધુ સંક્રામક બનાવી દીધો છે. યુનિવર્સિટીએ અમેરિકા, સિંગાપોર, સ્પેન,ભારત અને કોવિડ-19થી ખરાબ રીતે પ્રભાવિત અન્ય દેશોમાં વેક્સિનથી બચનારા અને ઝડપભેર ફેલાનારા મ્યુટેશન્સ વિષે રિસર્ચ કર્યું હતું. રિસર્ચ અનુસાર, વેરિઅન્ટના બધા મ્યુટેશન્સમાંથી એનો વિકાસ-દર ઓકટોબર 2020 પછી સૈાથી વધુ છે. 

અભ્યાસમાં જણાવ્યું છે કે એસીઇર રિસેપ્ટર (માનવ) કોષ સાથે એની હાઇ બાઇન્ડિંગ ફ્રી એનજીએ વાતનો ઇશારો કરે છે કે T478K મ્યુટેશન સાર્સ-કોવ-ટુને વધુ સંક્રામક અને ઘાતક બનાવી શકે છે. જો કે રિસર્ચ અનુસાર, T478K એન્ટિબોડીઝ માટે કોઇ સમસ્યા પેદા કરતો નથી. 

યુનિવર્સિટી ઓફ બોલોનાના વધુ એક અભ્યાસ 10 લાખ જીનોમિક સિક્વન્સીઝની તપાસ પછી કહે છે કે 2021 પછીથી સાર્સ-કોવ-2ની સિક્વન્સીઝમાં એનો ફેલાવો ચિંતાજનક છે. જર્નલ ઓફ મેડિક્લ વાયરોલોજીમાં છપાયેલા અભ્યાસ મુજબ મેકિસકો સિવાય આ મ્યુટેશન અમેરિકા જર્મની સ્વીડન અને સ્વિટઝર્લેન્ડમાં જોવા મળ્યા છે. અભ્યાસમાં જણાવાયું છે કે કોવિડ-19ને સારી રીતે સમજવા માટે T478K ખૂબ જ મુખ્ય છે.