×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોનાની ત્રીજી લહેર આવશે?, બાળકો માટે કેટલી હશે જીવલેણ, આ અંગે નિષ્ણાતો શું કહેશે, જાણો

નવી દિલ્હી, 16 મે 2021 રવિવાર

કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહેલા દેશમાં હવે ત્રીજી લહેરનો ખતરો તોળાઇ રહ્યો છે. વડા પ્રધાનના વૈજ્ઞાનિક સલાહકાર કે. વિજયરાઘવને કોરોનાની ત્રીજી લહેરની આગાહી કરી છે, તેઓ જાહેર મંચ પરથી સંબોધન કરતા જોવા મળ્યા નથી. જો કે, કોરોનાનાં મ્યુટેશન પર કામ કરતા જીનોમિક્સ નિષ્ણાત અને આઇજીઆઇબીનાં ડિરેક્ટર અનુરાગ અગ્રવાલનું  કહેવું છે કે કોરોનાની ત્રીજી લહેર આવશે. અને તે બાળકોથી માંડીને  તમામ  માટે ખતરનાક બની શકે છે. આવી સ્થિતિમાં, આપણે બૂસ્ટર ડોઝ માટે તૈયાર રહેવું પડશે.

અગ્રવાલનાં જણાવ્યા પ્રમાણે, ત્રીજી પછી ચોથી અને ત્યાર પછી પણ  કોરોનાની લહેરો આવી શકે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ તેને પહોંચી વળવા તૈયાર રહેવું જોઈએ. તેઓ કહે છે કે કોરોના વાયરસનાં મ્યૂટેશન અને સંક્રમણનો ફેલાવો તે તેનો સ્વભાવ છે, તેથી તે આગળ પણ વધુ નુકસાન પહોંચાડો રહેશે.

ઓક્ટોબર-નવેમ્બર સુધી આવી જશે બૂસ્ટર ડોઝ

કેન્દ્ર સરકારની ટાસ્ક ફોર્સના સભ્ય અને આરોગ્ય મંત્રાલયના અધિકારીનાં જણાવ્યા પ્રમાણે કોરોના રસીનો ત્રીજો બૂસ્ટર ડોઝ વિકસાવવાનું કામ ચાલી રહ્યું છે. તે ઓક્ટોબર-નવેમ્બર સુધીમાં તૈયાર થવાની સંભાવના છે. જેનોમિક્સના વૈજ્ઞાનિક અનુરાગ અગ્રવાલનું કહેવું છે કે બ્રિટન અને દક્ષિણ આફ્રિકાના મ્યુટેન્ટ્સ ભારતમાં મળી આવ્યા છે. અહીં વાયરસ ઘણા સ્વરૂપોમાં મ્યુટેટ થયો છે. ઘણા મ્યુટન્ટ્સ જીવલેણ નથી હોતા, પરંતુ તે ઘાતક છે, અને ખુબ જ સાવધાનીપુર્વક રાખવા પડશે. તે ફક્ત ટેસ્ટિંગ, રસીકરણ, સારવાર દ્વારા નિયંત્રિત કરી શકાય છે.

ICMRનાં નેશનલ કોવિડ ટાસ્ક ફોર્સના પ્રમુખ ડો. એન.કે.અરોરાનું કહેવું છે કે, બધી ટીમો વાયરસ પર નજર રાખવા માટે કામ કરી રહી છે. ગામથી દિલ્હી સુધી વાયરસના સંક્રમણ પર નજર છે. કેન્દ્ર સરકારના વૈજ્ઞાનિકો અને અધિકારીઓનું કહેવું છે કે, કોવિડની ત્રીજી લહેર આવતા વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં આવે તેવી સંભાવના છે. આ પહેલા, લોકો ઓક્ટોબર-નવેમ્બર સુધીમાં ત્રીજો બૂસ્ટર ડોઝ લેવાનું શરૂ કરશે.

ફાઈઝરનો બૂસ્ટર ડોઝ આવી ચુક્યો છે

અમેરિકાની ફાઈઝર કંપનીનો બૂસ્ટર ડોઝ પણ આવી ગયો છે. એવું કહેવામાં આવે છે કે વિશ્વના તમામ દેશોએ વાયરસ, તેના મ્યુટેન્ટ્સના જીવલેણતાને ધ્યાનમાં રાખીને આ માટે તૈયારી કરવી પડશે.