×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

તૌકતે તોફાન આજે રાત્રે કર્ણાટકના દરિયાકાંઠે અથડાશે, તૈયારી અને બચાવને લઇને વડાપ્રધાનની મહત્વની બેઠક

નવી દિલ્હી, તા. 15 મે 2021, શનિવાર

ચક્રવાતી તોફાન તૌકતે આજે રાત્રે કર્ણાટકના દરિયા કિનારે અથડાઇ શકે છે. આ બધા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ તોફાનને લઇને એક મોટી બેઠક યોજી છે અને અધિકારીઓને રાહત અને બચાવ કામગીરીને લઇને નિર્દેશ આપ્યા છે. પશ્ચિમ રેલવેએ આ તોફાનના પગલે અનેક ટ્રેનો રદ્દ કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે આ ભયાનક તોફાન ગુજરાતના દરિયાકાંઠે 18 મેના રોજ ટકરાશે. જે દરમિયાન પવનની ઝડપ 178 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. 

આ તોફાન સામે લડવાના ભાગરુપે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે તૈયારીઓ કરી છે. કેરળમાં અત્યારે આ તોફાનના પગલે કેરળમાં જોરદાર વરસાદ થઇ રહ્યો છે. તો લક્ષદ્વિપમાં તોફાનના કારણે અનેક વૃક્ષ પડી ગયા છે. વડાપ્રધાન નરેન્દર મોદીએ ચક્રવાતી તોફાનના જોખની સંભાવનાને ધ્યાને રાખીને શનિવારે સમીક્ષા બેઠક યોજી હતી. વડાપ્રધાને અધિકારીઓને લોકોને સુરક્ષિત સ્થાને લઇ જવા માટે તમમા પગલા ભરવાના નિર્દેશ આપ્યા છે. સાથે જ વિજળી, દૂરસંચાર, સ્વાસ્થ્ય અને પાણી જેવી જીવનજરુરી વસ્તુઓ સુનિશ્ચિત કરવા માટે કહ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અરબ સાગરમાં બનેલું પ્રેશર હવે ચક્રવાતી તોફાન તૌકતેમાં ફેરવાઇ ગયું છે. તથા એવી સંભવના છે કે આ તોફાન 18 મે આસપાસ પોરબંદરથી નલિયા વચ્ચે અથડાશે. તૌકતે વાવાઝોડું 16થી 18 મે વચ્ચે ભીષણ બનશે. હવામાન વિભાગે કહ્યું કે આગામી 6 કલાકમાં તૌકતે ભીષણ ચક્રવાતી તોફાનમાં પરિવર્તીત થઇ જશે. ત્યારબાદ 12 કલાક બાદ તે અત્યંત ભીષણ સ્વરુપ લઇ લેશે.