×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દિલ્હીના દરેક જિલ્લામાં ઓક્સિજન કંસંટ્રેટર બેંક શરુ થશે, 2 કલાકની અંદર કંસંટ્રેટર ઘરે પહોંચશે : કેજરીવાલ

- દિલ્હીના દરેક જિલ્લામાં 200 ઓક્સિજન કંસંટ્રેટરની બેંક શરુ કરવાની અરવિંદ કેજરીવાલની જાહેરાત

નવી દિલ્હી, તા. 15 મે 2021, શનિવાર

દિલ્હીમાં છેલ્લા થોડા સમયથી ઓક્સિજન લઇને ઘમાસાણ ચાલી રહ્યું છે. આ બધા વચ્ચે આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે આજથી અમે દિલ્હીમાં ઓક્સિજન કંસંટ્રેટરની બેંકની સેવા શરુ કરી રહ્યા છીએ. કોરોનાના દર્દીઓને સમયસર ઓક્સિજન મળવો ખૂબ જરુરી છે, જો આવું થયું તો અનેક લોકોના જીવ બચી જશે.

કેજરીવાલે કહ્યું કે હોમ આઇસોલેશનમાં સારવાર લઇ રહેલા કોઇ પણ કોરોના દર્દીને ઓક્સિજનની જરુર પડશે તો માત્ર 2 કલાકમાં તેમના ઘરે ઓક્સિજન કંસંટ્રેટર પહોંચી જશે. દિલ્હીના દરેક જિલ્લામાં 200 ઓક્સિજન કંસંટ્રેટરની બેંક શરુ કરાશે. જે લોકોને ઓક્સિજન કંસંટ્રેટર આપવામાં આવશે, તેમના સંપર્કમાં ડોક્ટરો સતત રહેશે. દર્દીના સાજા થયા બાદ તે આ ઓક્સિજન કંસંટ્રેટર પરત કરશે અને તેને સેનેટાઇઝ કરીને અન્ય દર્દીને આપવામાં આવશે.


1031 પર કોલ કરીને હોમ આઇસોલેશનમાં રહેલા લોકો ઓક્સિજન કંસંટ્રેટર મંગાવી શકે છે. આ સાથે કેજરીવાલે કહ્યું કે આજે દિલ્હીમાં કોરોના વાયરસના 6500 કેસ નોંધાયા છે, જે ગઇકાલે 8500 હતા. સંક્રમણ રેટ પણ 12 ટકાથી ઘટીને 11 થઇ ગયો છે. તો ગઇકાલે 500 આઇસીયુ બેડ બનીને તૈયાર થઇ ગયા છે. આ પહેલા પણ 50 આઇસીયુ બેડ તૈયાર થયા હતા. 

તેમણે જણાવ્યું કે 15 દિવસોની અંદર દિલ્હાં આઇસીયુના નવા 1000 બેડ તૈયાર કરવામાં આવ્યા છે, જેનો સંપૂર્ણ શ્રેય ડોક્ટરો અને એન્જિનયરોને જાય છે. આ તમામ લોકોને દિલ્હીના લોકો તરફથી સલામ અને તેમનો કોટિ કોટિ ધન્યવાદ. તેમણે કહ્યું કે ઓક્સિજન કંસંટ્રેટરની બેક લોકો માટે ઉપયોગી સાબિત થશે અને આપણે મોત રોકી શકીશું.