×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આંકડાનો ખેલ ઉઘાડો પડ્યો : 71 દિવસમાં સરકારે 1.23 લાખ ડેથ સર્ટી આપ્યા, જ્યારે કોરોનાના કારણે 4218 લકોના જ મોત દર્શાવ્યા


- માર્ચમાં 26,026, એપ્રિલમાં 57,796 અને મેની શરૂઆતમાં 10 દિવસમાં 40,051 ડેથ સર્ટિફિકેટ અપાયા

અમદાવાદ, તા. 14 મે 2021, શુક્રવાર

ગુજરાત માટે કોરોના વાયરસની બજી લહેર ઘણી ઘાતક નિવડી છે. રાજ્યમાં અત્યારે સ્થિતિ થોડી સારી છે અને કોરોના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. પરતું એપ્રિલ મહનામાં સમય એવો હતો કે જ્યારે કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો. ચારેતરફ બસ અફરા તફરીનો માહોલ હતો. હોસ્પિટલોમાં બેડ મળતા નહોતા, એમ્બ્યુલન્સની લાઇનો હતી, દવા મળતી નહોતી, ઓક્સિજન મળતો નહોતો અને ત્યાં સુધી કે મૃત્યુ બાદ સ્મશાનમાં જગ્યા પણ મળતી નહોતી. ત્યારે શરુઆતથી જ સરકાર મોતના આંકડાઓ છુપાવતી હોવાના આક્ષેપો થઇ રહ્યા છે. 

ત્યારે એક નવો ચોંકાવનારો ખુલાસો થયો છે, જેણે સરકારની આંકડાની માયાજાળને ખુલ્લી પાડી દીધી છે. એક સરકારી વિભાગે આપેલા આંકડામાં કોરોનાથી થતાં મોત અને સરકારી આંકડાને વચ્ચે ભારે મતભેદો સર્જાયા છે. સરકારના આંકડા પ્રમાણે છેલ્લા 71 દિવસની અંદર રાજ્યમાં કોરોનાના કારણે 4218 લોકોના મોત થયા છે. જ્યારે આ 71 દિવસની અંદર સરકારી વિભાગ દ્વારા 1.23 લાખ ડેથ સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે.

ડેથ સર્ટિફિકેટ અને મોતના આંકડાની સરખામણી કરીએ તો તેનો કોઇ મેળ થતો નથી. એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે રાજ્યમાં 33 જિલ્લામાં અને 8 નગરપાલિકામાં દ્વારા ફક્ત 71 દિવસમાં અત્યાર સુધીમાં 1,23,026 ડેથ સર્ટિફિકેટ આપ્યા છે. આ વર્ષે માર્ચમાં રાજ્યમાં કુલ 26,026 ડેથ સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે. એપ્રિલમાં જે વધીને 57,796 અને મેની શરૂઆતમાં 10 દિવસમાં 40,051 સુધી પહોંચી ગયા હતા. 


આ પાંચ મહાનગરોમાં છેલ્લા 71 દિવસમાં 45,211 ડેથ સર્ટિફિકેટ આપ્યા

શહેર કોવિડથી મોત ડેથ સર્ટિફિકેટ

અમદાવાદ 2126 13593

સુરત 1074 8851

રાજકોટ 288 10887

વડોદરા 189 7722

ભાવનગર 134 4158

આંકડામાં જણાવ્યા પ્રમાણે માર્ચ, એપ્રિલ અને મે મહિનાના 71 દિવસોમાં સૌથી વધારે મોત હાઈપરટેંશનના કારણે થયા છે. તેમાંથી 80 ટકા મોત એવા છે કે જે અન્ય બિમારીઓથી ઝઝૂમી રહ્યા હતા. તેમાં 28 ટકા કોરોના દર્દી ડાયાબિટીસ, કિડની અને લીવરની બિમારીથી પીડાતા હતા. કોરોના મૃતકોમાં 4 ટકા દર્દી જ હતા. જે કોરોનાથી સાજા થઈ ચુક્યા હતા. તેમની બિમારી સાજી થતાં બ્લડ ક્લોટિંગના કારણે હાર્ટ અટેકથી મોત થયા હતા. આ કુલ મોતમાં 60 ટકા દર્દી 45 વર્ષથી મોટી ઉંમરના જ્યારે 20 ટકા મૃતકો 25 વર્ષથી ઓછી હતી.