×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોના વેક્સિનઃ સ્પુતનિકનો એક ડોઝ આશરે 1,000 રૂપિયાનો, મળી ગયા જરૂરી ક્લિયરન્સ


- જ્યારે આ વેક્સિન ભારતમાં બનવા લાગશે ત્યારે તેની કિંમતો ઘટી શકે છે

નવી દિલ્હી, તા. 14 મે, 2021, શુક્રવાર

રશિયન સ્પુતનિક કોવિડ-19 વેક્સિનનો એક ડોઝ ભારતમાં આશરે 1,000 રૂપિયામાં મળશે. ભારતમાં સ્પુતનિકની આયાત કરનારી કંપની ડૉ. રેડ્ડીજ લેબોરેટરીએ આ માહિતી આપી હતી. કંપનીએ આ વેક્સિનને સેન્ટ્રલ ડ્રગ્સ લેબોરેટરી (CDL)ની મંજૂરી મળી ગઈ હોવાનું જણાવ્યું હતું. 

ડૉ. રેડ્ડીજ લેબ આ વેક્સિનને ભારતમાં આયાત કરી રહી છે. ડૉ. રેડ્ડીજ લેબોરેટરીએ સ્ટોક એક્સચેન્જીસને આ માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે, આ વેક્સિનના 2 ડોઝ લેવા જરૂરી છે. કંપનીના કહેવા પ્રમાણે આ વેક્સિનના એક ડોઝ માટે મહત્તમ છૂટક કિંમત 948 રૂપિયા છે જેના પર 5 ટકા જીએસટી લાગશે. મતલબ કે એક ડોઝ આશરે 1,000 રૂપિયામાં પડશે.

ડૉ. રેડ્ડીજ લેબે આ વેક્સિનનું સોફ્ટ લોન્ચિંગ કરવાની સાથે શુક્રવારે હૈદરાબાદની એક વ્યક્તિને તેનો પહેલો ડોઝ આપ્યો હતો. આ વેક્સિન પહેલી મેના રોજ રશિયાથી ભારત આવી ગઈ હતી અને તેને 13 મેના રોજ સેન્ટ્રલ ડ્રગ્સ રેગ્યુલેટરી, કસૌલીની પણ મંજૂરી મળી ગઈ હતી. 

કંપનીના કહેવા પ્રમાણે હજુ વેક્સિનનું એક કન્સાઈનમેન્ટ મંગાવવામાં આવશે પરંતુ ભવિષ્યમાં તેને ભારતીય ભાગીદાર કંપનીઓ દ્વારા જ ઉત્પાદિત કરવામાં આવશે. 

ભવિષ્યમાં ઘટશે કિંમતો

કંપનીએ જણાવ્યું કે, જ્યારે આ વેક્સિન ભારતમાં બનવા લાગશે ત્યારે તેની કિંમતો ઘટી શકે છે. કંપની ભારતમાં વેક્સિન બનાવતી 6 કંપનીઓ સાથે તેના ઉત્પાદનને લઈ વાતચીત કરી રહી છે. નીતિ આયોગના એક સદસ્યએ કરેલા દાવા પ્રમાણે આ વર્ષે ડિસેમ્બર મહિના સુધીમાં દેશમાં કોવિડ-19 વેક્સિનના 200 કરોડ કરતા પણ વધારે ડોઝ ઉપલબ્ધ થઈ શકે છે.