×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઈઝરાયલના આયરન ડોમે હમાસના 100 રોકેટને હવામાં જ કર્યા ખતમ, જુઓ વીડિયો


- જેરૂસલેમની અલ-અક્સા મસ્જિદ પાસે હિંસા ભડકી ત્યાર બાદ ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે તાજેતરના સંઘર્ષની શરૂઆત થઈ 

નવી દિલ્હી, તા. 13 મે, 2021, ગુરૂવાર

ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે આરપારની લડાઈ જણાઈ રહી છે. બંને તરફથી રોકેટનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ઈઝરાયલ તરફથી આતંકવાદી સંગઠન હમાસ પર નિશાન તાકવામાં આવી રહ્યું છે. આ સંગઠને ઈઝરાયલ પર રોકેટનો મારો ચલાવ્યો હતો. આ બધા વચ્ચે કેટલાક ચોંકાવનારા વીડિયો વાયરલ થઈ રહ્યા છે જેમાં જોઈ શકાય છે કે, કેવી રીતે ઈઝરાયલના જબરદસ્ત 'આયરન ડોમે' મિસાઈલોને હવામાં જ નષ્ટ કરી દીધી. 

જેરૂસલેમની અલ-અક્સા મસ્જિદ પાસે હિંસા ભડકી ત્યાર બાદ ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે તાજેતરના સંઘર્ષની શરૂઆત થઈ હતી. ઈઝરાયલી સુરક્ષા દળો અને પેલેસ્ટાઈનીઓ વચ્ચેની અથડામણ હવે યુદ્ધમાં પરિવર્તિત થઈ ગઈ છે. સંગઠન હમાસ દ્વારા રોકેટ હુમલો કરવામાં આવ્યો ત્યાર બાદ ઈઝરાયલે જોરદાર પલટવાર કરીને હવાઈ હુમલા કર્યા હતા. 

એક અહેવાલ પ્રમાણે હિંસા ભડક્યા બાદ ઈઝરાયલે પણ ગાઝા પટ્ટીમાં રોકેટ અને મોર્ટારનો મારો ચલાવ્યો હતો. તેના જવાબમાં પેલેસ્ટાઈને પણ રોકેટ તાક્યા તો ઈઝરાયલની 'આયરન ડોમ' એરડિફેન્સ સિસ્ટમે જોરદાર પલટવાર કર્યો હતો. આ સિસ્ટમે 90 ટકા મિસાઈલોને હવામાં જ નષ્ટ કરી દીધી હતી.