×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આવનારા દિવસોમાં ભારતમાં વધારે ઘાતક કોરોના વેરિએન્ટ આવી શકે છે : વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન

- ભારના કોરોના વેરિએન્ટના B.1.167ને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને સૌથી ઘાતક ગણાવ્યો

નવી દિલ્હી, તા. 12 મે 2021, બુધવાર

છેલ્લા દોઢ વર્ષ કરતા વધારે સમયથી વિશ્વ આખામાં કોરોના મહામારી હાહાકારા મચાવી રહી છે. સતત દુનિયાના કોઇકના કોઇક દેશમાં આ વાયરસનો કહેર યથાવત રહ્યો છે. આ સિવાય આ વાયરસ સત પોતાના સ્વરુપો પણ બદલી રહ્યો છે. જેના કારણે સતત તેના પર સંશોધન કરી રહ્યા છે. સૌથી પહેલા કોરોવના વાયરસનો બ્રિટેન વેરિએન્ટ સામે આવ્યો. ત્યારબાદ બ્રાઝીલ અને દ.આફ્રિકાના નવા વેરિએન્ટે દુનિયાના ઘણા દેશોમાં હાહાકાર મચાવ્યો હતો.

તેવામાં હાલમાં દુનિયાની સામે ભારતીય વેરિએન્ટ અત્યંત ખરનાક બન્યો છે. હવે ભારના કોરોના વેરિએન્ટના B.1.167ને પણ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને સૌથી ઘાતક ગણાવ્યો છે. સાથે ચેતવણી આપી છે કે આવનારા દિવસોમાં ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટ પણ આવી શકે છે.

WHOની એક નિષ્ણાંતોની ટીમ છેલ્લા ઘણા સમયથી કોરોના વાયરસના અલગ-અલગ વેરિએન્ટન પર સંશોધન કરી રહી છે. આ બધા વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોની ટીમ ભારતીય વેરિએન્ટ પર રસીની અસરને લઈને પણ ચર્ચા કરી રહી છે. તેમણે એ પણ ચેતવણી આપી છે કે આવનારા દિવસોમાં વિશ્વભરમાં નવા વેરિએન્ટ સામે આવી શકે છે. જેમાંથી કેટલાક વેરિએન્ટ અત્યંત ઘાતક હોઈ શકે છે. જેનાથી સંક્રમણને રોકવા માટે યુદ્ધ સ્તર પર કાર્ય કરવાની ખાસ જરૂરીયાત છે.

WHOના જણાવ્યા મુજબ ભારતીય કોરોના વાયરસનો વેરિએન્ટ અત્યંત ઝડપથી ફેલાઈ રહ્યો છે. WHO સાથે જોડાયેલા વૈજ્ઞાનિક ડોક્ટર મારિયાવાન કર્ક હોવેએ જીનીવામાં જણાવ્યું કે B.1.167 વેરિએન્ટની શરૂઆત ભારતમાં થઈ છે, અને તેના સંક્રમણની રફતાર જોતા તે બીજા વેરિએન્ટથી વધુ ઝડપી રીતે ફેલાય છે, જેમાં ભારતમાં રોજ ચાર લાખથી વધુ કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે.