×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોના થયા બાદ AIIMSમાં આસારામની તબિયત લથડી, ICUમાં શિફ્ટ કરાયા

નવી દિલ્હી,તા.12 મે 2021,બુઘવાર

કોરોના થયા બાદ જેલમાંથી જોધપુર એમ્સમાં ખસેડાયેલા આસારામ બાપુની તબિયત વધારે બગડી હોવાના અહેવાલો મળી રહ્યા છે.

મળતી વિગતો પ્રમાણે તેમને હવે નોર્મલ વોર્ડમાંથી આઈસીયુમાં ખસેડાયા છે.ઉલ્લેખનીય છે કે, જેલમાં સજા કાપી રહેલા આસારામ બાપુને કોરોના થયો હતો. એ પછી તેમને એમ્સમાં દાખલ કરાયા હતા. તેમની તબિયત સુધરી રહી હતી પણ બુધવારે અચાનક તેમને શ્વાસ લેવામાં તકલીફ પડવા માંડી હતી. હવે તેમને આઈસીયુમાં દાખલ કરાયા છે.

આસારામ રેપના આરોપ હેઠળ જોધપુર જેલમાં સજા કાપી રહ્યા છે. તેઓ બીજી બીમારીઓથી પણ પિડિત છે અને આસારામે સારવાર માટે હાઈકોર્ટ પાસે 2 મહિનાના વચગાળાના જામીન પણ માંગેલા છે. આસારામ પોતાની સારવાર આઘળ પણ ચાલુ રાખવા માંગે છે. બીજી તરફ હાઈકોર્ટે આસારામના વકીલોને મેડિકલ રિપોર્ટ રજૂ કરવા માટે કહ્યુ છે.

આસારામનો બીજા કેદીઓ સાથે કોરોના ટેસ્ટ થોડા દિવસ પહેલા કરાયો હતો. જેમાં તેઓ પોઝિટિવ જાહેર થયા હતા અને તેમના ઓક્સિજન લેવલમાં પણ ઘટાડો થઈ રહ્યો હતો. એ પછી તેમને એમ્સમાં ભરતી કરાવાયા છે. દરમિયાન આસારામની જામીન અરજીની વધુ સુનાવણી આવતીકાલે થવાની છે.