×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હાઇકોર્ટની સુઓમોટો સુનવણી : લગ્ન પ્રસંગો અને ધાર્મિક કાર્યક્રમો પર 15 દિવસ પ્રતિબંધની માંગ


- ભરુચની હોસ્પિટલમાં લાગેલી આગ અંગે સરકારને 25 રીખ સુધીમાં જવાબ આપવાનો આદેશ 

અમદાવાદ, તા. 11 મે 2021, મંગળવાર

રાજ્યમાં કોરોના વાયરસની સ્થતિ અને લોકોને પડતી મુશ્કેલી અંગે ગુજરાત હાઇકોર્ટમાં સુઓ મોટો અરજી પર સુનવણી ચાલી રહી છે. જેમાં આજે પણ ઓનલાઇન સુનવણી થઇ હતી. આજની સુનવણીના મુખ્ય મુદ્દા ભરુચની પટેલ વેલફેર કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગ અને રાજ્યમાં હજુ પણ ધારમિક કાર્યક્રમો અને લગ્ન પ્રસંગો પર ભેગી થતી ભીડ હતા. હવે હાઇકોર્ટની સુઓમોટો અંગેની સુનાવણી 17મી મે એ હાથ ધરવામાં આવશે.

આજની સુનવણીમાં હાઇકોર્ટે સરકારને 25 મે સુધીમાં ભરુચની હોસ્પિટલમાં લાગેલી આગ અંગે જવાબ આપવા કહ્યું છએ. સાથે જ કોર્ટે ભરુચ નગરપાલિકાને પણ પક્ષકાર તરીકે જોડવાનો આદેશ કર્યો છે. આટલેથી ના અટકતા કોર્ટે આ આગ મામલે ડિસ્ટ્રીક હેલ્થ ઓફિસર, હોસ્પિટલ ટ્રસ્ટ અને ફાયર NOC માટેના નોડલ ઓફિસરને નોટિસ ફટકારી છે. આ તમામ લોકોને પોતોનો પક્ષ રજૂ કરવાનો આદેશ કરાયો છે. 

આજની સુનવણી દરમિયાન વકિલ શાલિન મહેતાએ સરકારને રજૂઆત કરતા કહ્યું કે રાજ્યમાં અત્યારે કેસો ઘટ્યા છે. તેવામાં લગ્ન દરમિયાન અને ધાર્મિક કાર્યક્રમોમાં લોકો ભેગા થઇ રહ્યાછે. જે અટકવું જોઇએ. સરકારે 15 દિવસ માટે લગ્ન સહિતના લોકો ભેગા થાય તેવા કાર્યક્રમો પર પ્રતિબંધ મુકવો જોઇએ. આ સિવાય શાલીન મહેતાએ કહ્યું કે હાલ લગ્નમાં 50 લોકોના ભેગા થવા પર છૂટ છે, ત્યારે આ સંખ્યા પણ ઘટાડવી જોઇએ. 

તો સામેના પક્ષએ સરકારે પણ લગ્નમાં લોકોની સંખ્યા ઘટાડવા અંગે સહમતિ દર્શાવી છે. હાઈકોર્ટના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે લગ્ન આવતા લોકોની સંખ્યામાં ઘટાડો કરવા બાબતે સરકાર વિચાર કરશે. જેના પરથી એવી શક્યતા ખરી કે આગામી દિવસોમાં અથવા તો આજે મળનારી કોર કમિટીની બેઠકમાં સરકાર લગ્ન પ્રસંગમાં લોકોની સંખ્યા ઘટાડવાનો નિર્ણય લઇ શકે છે. 

ઉલ્લેખની છે કે ગઇકાલે સાંજે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં એફિડેવિટ દાખલ કર્યું હતું. જેમાં સરકારે મેડિકલ, ટેસ્ટ મશીન અને બેડ વધાર્યાનો દાવો કર્યો છે. આ સિવાય ઓફિડેવિટની અંદર અત્યારે 2547 હોસ્પિટલમાં 1 લાખ 7 હજાર 707 બેડ ઉપલબ્ધ હોવાનો દાવો કર્યો છે. જેમાં 60 હજાર 176 ઓક્સીજન બેડ છે અને 13 હજાર 875 આઇસીયું અને 6 હજાર 562 વેન્ટિલેટર બેડ છે. ઉપરાંત રાજ્ય સરકારે હોસ્પિટલ ના બેડ માં 1 લાખ 7 હજાર 702 બેડ કર્યો વધારો કર્યાનું જણાવ્યું છે.