×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Corona cases: રાજ્યમાં આજે 11,592 નવા કેસ, 117 દર્દીનાં મોત, કુલ મૃત્યુઆંક 8511

ગાંધીનગર, 10 મે 2021 સોમવાર

ગૂજરાતમાં કોરોના વાયરસ સંક્રમણ ફરી વધતું જોવા મળી રહ્યું છે અને કેસમાં ઉછાળો જણાયો છે, રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 11,592 કેસ નોંધાયા છે. જ્યારે 14,931 લોકોએ કોરોનાને હરાવ્યો છે. આજે કોરોના સંક્રમણના કારણે 117 લોકોનાં મોત થયા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 8511 પર પહોચ્યો છે. 

રાજ્યમાં અત્યાર સુધીમાં 5,47,935 લોકોને રજા આપવામાં આવી છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,36,158 પર પહોંચ્યો છે. જેમાંથી 792 લોકો વેન્ટિલેટર પર અને 1,35,366 લોકોની હાલત સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 79.11 ટકા છે.  

રાજ્યમાં આજે કુલ 117 લોકોનાં મોત થયા છે. જેમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 19,  સુરત કોર્પોરેશન-8,  વડોદરા કોર્પોરેશન 7,  મહેસાણામાં 4, વડોદરા 5,  જામનગર કોર્પોરેશમાં 8, રાજકોટ કોર્પોરેશન 5,  જૂનાગઢ 5, સુરત 3,  બનાસકાંઠા 2,  પંચમહાલ 1, રાજકોટ 6, દાહોદ 1, કચ્છ 4, જામનગર 6, જૂનાગઢ કોર્પોરેશન 3,   ભાવનગર કોર્પોરેશમાં 4, ગીર સોમનાથમાં-2, અમરેલી 2, મહીસાગર 1, ખેડા 2, આણંદ 0, સાબરકાંઠા 3, ગાંધીનગર 0, પાટણ 2, અરવલ્લી 0, ભાવનગર 0, વલસાડ 0,  ગાંધીનગર કોર્પોરેશન 1, ભરૂચ 2, સુરેન્દ્રનગર 2,  નવસારી-0, નર્મદા 1,   દેવભૂમિ દ્વારકા-2, છોટા ઉદેપુર 2,  અમદાવાદ 1, મોરબી 0, બોટાદમાં 1, પોરબંદર 1, તાપી 1 અને ડાંગ 0 મોતનો સમાવેશ થાય છે.

રાજ્યનાં વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં નોંધાયેલા કોરોના કેસની વિગત આ પ્રમાણે છે, આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3194,  સુરત કોર્પોરેશન-823,  વડોદરા કોર્પોરેશન 751,  મહેસાણામાં 507, વડોદરા 479,    જામનગર કોર્પોરેશમાં 333, રાજકોટ કોર્પોરેશન 319,  જૂનાગઢ 284, સુરત 269,  બનાસકાંઠા 266,  પંચમહાલ 254, રાજકોટ 253, દાહોદ 246, કચ્છ 244, જામનગર 232, જૂનાગઢ કોર્પોરેશન 230,   ભાવનગર કોર્પોરેશમાં 214, ગીર સોમનાથમાં-200, અમરેલી 183, મહીસાગર 181, ખેડા 164, આણંદ 157, સાબરકાંઠા 156, ગાંધીનગર 152, પાટણ 151, અરવલ્લી 133, ભાવનગર 124, વલસાડ 123,  ગાંધીનગર કોર્પોરેશન 117, ભરૂચ 115, સુરેન્દ્રનગર 113,  નવસારી-108, નર્મદા 90,   દેવભૂમિ દ્વારકા-87, છોટા ઉદેપુર 81,  અમદાવાદ 69, મોરબી 67, બોટાદમાં 38, પોરબંદર 38, તાપી 35 અને ડાંગ 12  કેસ સાથે કુલ  11592 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. 

રાજ્યમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 1,03,94,150 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અને 33,55,185 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ-1,37,49,335 લોકોને રસી લગાવવામાં આવી છે. આજે 18થી 44 વર્ષ સુધીના 29,817 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું તેમજ 45થી 60 વર્ષના કુલ 35,180 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 1,32,466 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું છે.