×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બંગાળમાં મમતા બેનર્જીની કેબિનેટે ગ્રહણ કર્યા શપથ, અનેક જૂના નેતાઓને તક, નવા નામ પણ સામેલ


- ટૂંક સમયમાં જ મંત્રી મંડળના વિભાગોની વહેંચણી કરી દેવામાં આવશે

નવી દિલ્હી, તા. 10 મે, 2021, સોમવાર

પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ વિજય મેળવ્યા બાદ મમતા બેનર્જી સતત ત્રીજી વખત મુખ્યમંત્રી બની ગયા છે. 

મમતા બેનર્જીએ શપથ ગ્રહણ કર્યા બાદ કામકાજ પણ સંભાળી લીધું છે. પરંતુ હવે તેમની ટીમનો વારો આવ્યો છે. બંગાળ સરકારના મંત્રી મંડળે સોમવારે શપથ ગ્રહણ કર્યા હતા જેમાં કુલ 43 મંત્રીઓ સામેલ થયા હતા.

તમામ કોવિડ ગાઈડલાઈન્સના પાલન સાથે રાજભવનમાં તમામ કેબિનેટ મંત્રીઓ, સ્વતંત્ર પ્રભાર, રાજ્ય મંત્રીઓને શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા હતા. આ દરમિયાન મમતા બેનર્જી પણ ઉપસ્થિત રહ્યા હતા. 

મંત્રી પદના શપથ ગ્રહણ કરનારાઓમાં અમિત મિત્રા જેવા મોટા નામ સામેલ હતા, સાથે જ ક્રિકેટરમાંથી નેતા બનેલા મનોજ તિવારીને પણ મંત્રી પદ મળ્યું છે. ટૂંક સમયમાં જ મંત્રી મંડળના વિભાગોની વહેંચણી કરી દેવામાં આવશે.