×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જાણો શા માટે ભારતના ખાનગી સેન્ટરો પર દુનિયામાં સૌથી મોંઘી કોરોના વેક્સિન મળે છે?

નવી દિલ્હી, તા. 10 મે 2021, સોમવાર

દેશમાં કોરોના વાયારસની બીજી લહેર હાહાકાર મચાવી રહી છે. જેની સામે અત્યારે દેશમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. રસીની કિંમતો અને અછતને લઇને વિવાદ અને રાજનીતિ ચાલી રહ્યા છે. પ્રાઇવેટ સેક્ટરને 250 રુપિયામાં મળતી રસીની કિંમત છ ગણી વધારી દેવામાં આવી છે. ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયાએ કોવિશીલ્ડ વેક્સિનની કિંમત 700થી 900 રુપિયા તથા ભારત બાયેટેકની કોવેક્સિનની કિંમત 1250થી 1500 સુધી પહોંચી ગઇ છે.

એક રિપોર્ટ પ્રમાણે CoWIN વેબસાઇટ મુજબ અત્યારે ખાનગી ક્ષેત્રના ચાર મોટા કોર્પોરેટ હોસ્પિટલ જ કોરોના વેક્સિનેશન માટે સામે આવ્યા છે. જેમાં અપોલો, મૈક્સ, ફોર્ટિસ અને મણિપાલન સમાવેશ થાય છે. દુનિયાના મોટાભાગના દેશોની અંદર કોરના વેક્સિનના ભાવ અલગ અલગ છે, ભારત પણ તેમાંથી એક છે. ભારતમાં પણ મોટાભાગના લોકો કોરોના વેક્સિન માટે પૈસા આપવા માંગતા નથી. તેનનું સૌથી મોટું કારણ છે ખાનગીમાં કોરોના વેક્સિનના સતત વધી રહેલા ભાવ છે. ભારતમાં કોવિશીલ્ડનો એક ડોઝ મેળવવા માટે 12 ડોલર અને કોવેક્સિનનો એક ડોઝ મેળવવા માટે 17 ડોલર આપવા પડી રહ્યા છે.

ભારતમાં જ્યારે રસીકરણની શરુઆત થઇ હતી, તે સમયે કેન્દ્ર સરકાર બે ડોઝ માટે માત્ર 150 રુપિયા જ ચુકવતી હતી. કેન્દ્ર સરકાર જ રાજ્ય સરકાર અને પ્રાઇવેટ હોસ્પિટલોને રસી આપતી હતી. આટલું જ નહીં પણ ખાનગી હોસ્પિટલોને રસીકરણ માટે પ્રતિ ડોઝ 100 રુપિયા આપવાની અનુમતિ આપવામાં આવી હતી. જો કે કેટલીય હોસ્પિટલો પ્રભાવી રીતે રસીકરણના ચારજ રુપે 250-300 રુપિયા પ્રતિ ડોઝનો ચાર્જ વસુલે છે.

મેક્સ હોસ્પિટલના એક પ્રવક્તાએ જણાવ્યું કે અત્યાર સુધી કોવિશીલ્ડની કિંમત 660-670 રુપિયા હતી, જેમાં જીએસટી અને અન્ય ખર્ચ સામેલ છે. તેમણે કહ્યું કે જ્યારેરસી મંગાવવામાં આવે છે, ત્યારે તેમાં 5થી 6 ટકા તો ખરાબ થઇ જાય છે. જેથી તેની કિંમત 710થી 715 સુધી થઇ જાય છે. આ સાથે જે કર્મચારીઓ વેક્સિન લગાવે છે તેમના માટે પીપીઇ કિટ, સેનેટાઇઝર, બાયોમેડિકલની વ્યવસ્થા કરવા પડે છે. જેના માટે 170થી 180 રુપિયાન ખર્ચ થાય છે. જેથી એક વેક્સિનની પડતર કિંમત 900 રુપિયા થઇ જાય છે.