×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પશ્ચિમ બંગાળ : TMCના ચાર નેતાઓ સામે રાજ્યપાલે સીબીઆઇ તપાસની મંજૂરી આપી, કાલે મંત્રી પદના શપથ લેવાના હતા

કોલકાતા, તા. 9 મે 2021, રવિવાર

પઅશચિમ બંગાળમાં મમતા બેનરજીની સરકાર બનતાની સાથે જ મુખ્યમંત્રી અને રાજ્યપાલ ફરી એક વખત સામસામે આવી ગયા છે. રાજ્યપાલ જગદીપ ધનખડે ટીએમસીના ચાર નેતાઓ સામે સીબીઆઇ કેસ ચલાવવાની મંજૂરી આપી છે. ખાસ વાત એ છે કે આ ચારેય નેતાઓ આવતીકાલે એટલે કે સોમવારે મંત્રી પદની શપથ લેવાના હતા. જે ચાર નેતાઓ સામે સીબીઆઇ તપાસની રાજ્યપાલે મંજૂરી આપી છે તેમાં ફિરહાદ હાકિમ, સુબ્રત મુખર્જી, મદન મિત્રા અને શોભન ચેટર્જી સમેલ છે.

પશ્ચિમ બંગાળમાં છેલ્લા કેટલાક વર્ષોથી શારદા સ્કેમ અને નારદા સ્કેમ સતત ચાલી રહ્યા છે. આ ઘોટાળાની સીબીઆઇ તપાસ પણ કરી રહી છે. અલગ અલગ નેતાઓના નામ પણ આ કૌભાંડમાં સામે આવ્યા છએ. આ નેતાઓ સામેની તપાસને આગળ વધારવામાં આવે તેને લઇને રાજ્યપાલે અનુમતિ આપી છે.

ઉલ્લેખનીય છે કે આવતીકાલે પશ્ચિમ બંગાળમાં કુલ 43 મંત્રીઓ શપથ લેવાના છે. જેમાંથી 24 કેબિનેટ કક્ષાના મંત્રી, 10 સ્વતંત્ર પ્રભઆર અને 9 રાજ્ય મંત્રી હશે. આ લિસ્ટમાં પૂર્વ આઇપીએસ હુમાયું કબીર અને પૂર્વ ક્રિકેટર મનોજ તિવારીનું નામ પણ સામેલ છે.

ઉલ્લેખનીય છે કે જ્યારથી પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પરિણામ જાહેર થયા અને ટીએમસીની જીત થઇ છે. ત્યારબાદ બંગાળમાં હિંસા થઇ રહી હોવાના દાવા થઇ રહ્યા છે. બંગાળ ભાજપના નેતાઓ અને ભાજપના રાષ્ટ્રીય નેતાઓ પણ સતત બંગાળમાં ભાજપના કાર્યકર્તાઓની હત્યા અને તેમની સાથે હિંસા થઇ રહ્યાની વાત કરી રહ્યા છે. ત્યારે હવે બંગાળમાં સીબીઆઇની એન્ટ્રી થવા જઇ રહી છે. ત્યારે હવે ફરીથી બંગાળની રાજનીતિનો પારો ઉંચો જશે.