×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર પર પ્રહાર, કહ્યું – શહેરો બાદ હવે ગામડાઓ પણ પરત્મા નિર્ભર!

નવી દિલ્હી, તા. 9 મે 2021, રવિવાર

દેશમાં કોરોના વાયરસનું જે તાંડવ ચાલી રહ્યું છે, જેમાં દરરોજ હજારો જિંદગી હોમાઇ રહી છે. કોરોનાનો કાળ દિવસેને દિવસે વધી રહ્યો છે. જેની સામે આપણી સરકારી અને આરોગ્ય વ્યવસ્થા સતત વામણી પુરવાર થઇ રહી છે. કોરોના વાયરસના વધી રહેલા કહેરને જોતા દેશના અનેક રાજ્યો દ્વારા લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. ત્યારે ફરી એક વખત કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સરકાર પર પ્રહાર કર્યા છે. ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાના કારણે જે સ્થિતિ ઉભી થઇ છે, તે માટે રાહુલ ગાંધી છેલ્લા ઘણા સમયથી મોદી સરકાર પ્રહાર અને આક્ષેપો કરી રહ્યા છે.

રાહુલ ગાંધીએ રવિવારે ટ્વિટ કરતા કહ્યું કે ‘શહેરો બાદ હવે ગામડાઓ પણ પરત્મા નિર્ભર!’. આ ટ્વિટની સાથે તેમણે એક સમાચારનું શીર્ષક સેર કર્યું છે. જેમાં લખેલું છે કે કોવિડ-19 : મહામારીની બીજી લહેર હવે ગામડાઓમાં પણ કહેર વરસાવી રહી છે. 

આ પહેલા આજે સવારે રાહુલ ગાંધીએ ટ્વિટ વડે બે ફોટો શેર કર્યા હતા. જેમાં એક ફોટોમાં લોકો ઓક્સિજન સિલિન્ડર લઇને લાઇનમાં ઉભા છે, તો બીજી તસવીરમાં દિલ્હીમાં ઇન્ડિયા ગેય પાસ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. આ બંને તસવીરો શેર કરીને તેમણે લખ્યું છે કે દેશને પીએમ આવાસ નહીં, પરંતુ શ્વાસ જોઇએ છે.

ઉલ્લેખનીય છે આ પહેલે રાહુલ ગાંધીએ કરોના દર્દીઓને પુરતી માત્રામાં ઓક્સિજન પુરતા પ્રમાણમાં આપવાની અપીલ કરી હતી. આ પહેલા તેમણે દેશમાં સંપૂર્ણ લોકડાઉનની માંગ પણ કરી હતી.