×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હિમંત બિસ્વા સરમા બન્યા આસામના આગામી મુખ્યમંત્રી, BJPની ધારાસભ્ય દળની બેઠકમાં નિર્ણય


- હિમંત બિસ્વા મુખ્યમંત્રી બને ત્યાર બાદ સર્વાનંદ સોનોવાલને દિલ્હી બોલાવવામાં આવી શકે છે

નવી દિલ્હી, તા. 9 મે, 2021, રવિવાર

આસામમાં છેલ્લા એક સપ્તાહથી ચાલી રહેલા મુખ્યમંત્રીના નામના સસ્પેન્સનો આખરે અંત આવ્યો છે. ભાજપની ધારાસભ્ય દળની બેઠકમાં રવિવારે હિમંત બિસ્વા સરમાના નામ પર સહમતિ સાધવામાં આવી હતી. હિમંત બિસ્વા સરમા આસામના નવા મુખ્યમંત્રી બનશે. 

આસામના મુખ્યમંત્રી પદની રેસમાં સર્વાનંદ સોનોવાલ પાછળ રહી ગયા છે. ધારાસભ્ય દળની બેઠકમાં સર્વાનંદ સોનોવાલે જ તેમનું નામ આગળ કર્યું હતું અને સૌએ તેમાં સહમતિ આપી હતી. સર્વાનંદ સોનોવાલની સાથે ભાજપના ધારાસભ્ય નંદિતા ગરસોલાએ હિમંત બિસ્વા સરમાના નામનો પ્રસ્તાવ રાખ્યો હતો જેમાં બાકીના ધારાસભ્યોએ સહમતિ દર્શાવી હતી. 

આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે રાજ્યપાલ જગદીશ મુખીને પોતાનું રાજીનામુ સોંપ્યુ હતું. હિમંત બિસ્વા સરમા અને સર્વાનંદ સોનોવાલ બંને એક જ કારમાં વિધાનસભા પહોંચ્યા હતા. હિમંત બિસ્વા મુખ્યમંત્રી બને ત્યાર બાદ સર્વાનંદ સોનોવાલને દિલ્હી બોલાવવામાં આવી શકે છે. આસામના મુખ્યમંત્રી બન્યા તે પહેલા સોનોવાલ મોદી સરકારમાં 2014થી 2016 દરમિયાન ખેલ મંત્રી રહી ચુક્યા છે.