×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોનાની ત્રીજી વેવમાં બાળકોને સાચવવા જરુરી : ડોક્ટરોએ આપી ચેતવણી, જાણો શું કાળજી રાખશો

નવી દિલ્હી, તા. 7 મે 2021, શુક્રવાર

કોરોના વાયરસની બીજી લહેરથી આખો દેશ અત્યારે પિડાય રહ્યો છે. કોરોનાનો કહેર પુરો થવાનું નામ નથી લઇ રહ્યો. તેવામાં સંશોધકો અને સરકારનું એવું કહેવું છે કે કોરોના વાયરસની ત્રીજી લહેર અવશ્ય આવશે. ખાસ કરીને આ ત્રીજી લહેરમાં બાળકોનો શિકાર થવાની પણ શક્યતા છે. ત્યાં સુધી કે કેટલીક રાજ્ય સરકારોએ તો અત્યારથી આ ત્રીજી લહેરથી બાળકોને બચાવવાની તૈયારી શરુ કરી દીધી છે. તેવામાં વાલીઓ પૂછી રહ્યાં છે કે, શું અમે પહેલાથી જ અમારા બાળકોની પહેલેથી ઇમ્યુન સિસ્ટમ મજબૂત કરી શકીએ કે જેનાથી તેમને કોરોના વાયરસનું જોખમ ઓછું થઇ શકે?

માત્ર મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગે જાણકારી આપી છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં 0થી 10 વર્ષના એક લાખ 45 હજાર 930 બાળકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. અહીં દરરોજ 300થી 500 બાળકોને કોરોનાનો ચેપ લાગી રહ્યો છે. તો આ તરફ મહારાષ્ટ્રમાં 11થી 20 વર્ષના 3 લાખ 29 હજાર 709 બાળકો અને યુવાઓ કોરોનાના શિકાર થયા છે. જેના કારણે હવે વાલીઓને બાળકોની ચિંતા થાય તે સ્વાભાવિક છે.

ગોરખપુરના પૂર્વાંચલ મલ્ટી સ્પેશિયાલિટી એન્ડ ક્રિટિકલ કેર હોસ્પિટલના નવજાત શિશુ અને બાળ રોગ નિષ્ણાંત ડૉ. પ્રમોદ નાયક જણાવે છે કે, જે રીતે કોરોનાની પ્રથમ લહેરમાં સૌથી વધારે શિકાર વૃદ્ધ અને પહેલેથી જ બીમારીઓ સામે ઝઝૂમી રહેલા લોકો થયાં હતા.  ત્યારબાદ બીજી લહેરમાં યુવાનો વધારે શિકાર થયાં છે. તેવી રીતે વાયરોલોજિસ્ટ અને નિષ્ણાંતોને આશંકા છે કે ત્રીજી લહેરમાં બાળકો વધારે શિકાર થઇ શકે છે.

ડૉ. પ્રમોદે જણાવ્યું કે, હવે જ્યારે વર્તમાન પ્રોટોકોલમાં બાળકોને રસી પણ નથી લાગી રહી, અથવા તો તેમના માટે ખાસ દવાઓ પણ નથી, ત્યારે સૌથી વધારે જરુર ત્યારે બાળકોને સાચવવાની છે. આ સાથે જ બાળકોની રાગપ્રતિકારક ક્ષમતા વધારે બુસ્ટ અપ કરી શકીએ છીએ. એ માટે છ મહીનાથી ઉપરની ઉંમરના બાળકોને થોડોક સપ્લીમેન્ટનો કોર્સ કરાવી શકાય.

ડૉક્ટરના જણાવ્યાં અનુસાર, બાળકોને તમે ચોક્કસ પ્રમાણમાં સપ્લીમેન્ટ આપી શકો છો. જેમકે 15 દિવસ માટે ઝિંક, એક મહીનાનું મલ્ટી વિટામિન અને એક મહીનાના કેલ્શિયમનો કોર્સ પણ કરાવી શકો છો. આ તમામ વસ્તુઓ ઇમ્યુનિટીને વધારે પણ છે, સાથએ તે વિટામિનના પ્રાકૃતિક શ્રોતો પર પણ ડિપેન્ડ રહે.

આ સિવાય અત્યારે બાળકોને બચાવવા માટે કોરોના ગાઇડલાઇનનું પાલન કરો. ઘરમામ જો કોઇ પણ વ્યક્તિને કોરોનાના લક્ષણો હોય, તો બાળકોને તેમનાથી દૂર રાખો. આ સિવાય બાળકોને શરદી અથવા તો પેટની સમસ્યાઓથી બચવાનું છે, કારણ કે તેનાથી તેમની રોગપ્રતિકારક ક્ષમતા ઓછી થશે. એટલાં માટે બાળકોને વધારે ઠંડુ પાણી અને તેમને તેલવાળા ખોરાકથી બચાવો. આ સિવાય તેઓને દાળ, લીલી શાકભાજી તેમજ તાજા ફળ ખવડરાઓ.  બાળકોમાં હળવા લક્ષણોને બિલકુલ અવગણશો નહીં. જો બાળકોમાં ઝાડાં, શરદી, ખાંસી અથવા શ્વાસની તકલીફ અને થાક જેવાં લક્ષણો દેખાય તો તુરંત સાવધાન થઇ જાવ અને તબીબની સલાહ લો. બાળકોએ પણ કોરોના ટેસ્ટ કરાવવો જોઈએ.